7 વર્ષમાં બંધ થઈ 5 એરલાઈન્સ કંપની, જાણો શું છે કારણ

21 April, 2019 05:53 PM IST  | 

7 વર્ષમાં બંધ થઈ 5 એરલાઈન્સ કંપની, જાણો શું છે કારણ

ફાઈલ ફોટો

આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી એરલાઈન્સ જેટ એરવેઝની બધી જ વિમાની સેવાઓ અસ્થાયી રીતે બંધ થઈ ગઈ છે. જેટ એરવેઝની ખરાબ હાલતને જોતા દરેકનું ધ્યાન આ પહેલા પણ બંધ થઈ થયેલી કેટલીક એરલાઈન્સ તરફ જાય છે.

મહત્વની વાત છે કે આ ઘટના પહેલી વાર નથી કે કોઈ ભારતીય એરલાઈન્સ આર્થિક સંકટને કારણે બંધ થઈ હોય. આજથી 7 વર્ષ પહેલા ઓક્ટોબર 2012માં કિંગફિશરની બધી જ વિમાન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી અને માનવામાં આવી રહ્યું છે કે જેટ એરવેઝ પણ કિંગફિશરની જેમ સંપૂર્ણ રીતે બંધ થવાના આરે છે. આ સિવાય પણ ઘણી એરલાઈન્સ છે જે છેલ્લા 5 વર્ષમાં બંધ થઈ છે.

કિંગફિશર: વિજય માલ્યાની કિંગફિશરનો કારોબાર 2012 સુધીમાં સમેટાઈ ગયો હતો. કિંગફિશર તેના અંતના 10 વર્ષ પહેલા શરુ થઈ હતી જો કે આજ સમય દરમિયાન કંપનીએ દેવાળુ ફુક્યું હતું. કંપનીનું દેવું એટલુ વધી ગયું કે કિંગફિશરને તાળા લાગી ગયા હતા. વિજય માલ્યા પર 9,000 કરોડનું દેવું છે

જૂમ એર: આમ તો જૂમ એરની સ્થાપના 2013માં થઈ હતી પણ આ કંપનીના પહેલા પ્લેને 2017માં ઉડાન ભરી હતી. ડોમેસ્ટીક સેવા આપતી કંપનીએ શરુઆતમાં બેઝિક સિટીમાં સેવાઓ આપવાની વાત કરી હતી જો કે સેફ્ટી નિયમોના ઉલ્લંઘનના કારણે કંપની બંધ કરવામાં આવી હતી.

એર કાર્નિવલ: cmc ગ્રુપની એરલાઈન એર કાર્નિવાલની પહેલી ઉડાન 2016માં ભરી હતી. શરુઆતી મહિનાઓમાં દક્ષિણ ભારતમાં સેવાઓ આપી હતી જો કે માત્ર 1 વર્ષની અંદર જ કંપનીનું દેવુ એટલું વધી ગયું હતું કે કંપની બંધ થઈ ગઈ હતી.

 

આ પણ વાંચો: જેટ સંકટઃ કર્મચારીઓને નોકરી આપવા માટે સોશિયલ મીડિયા પર શરૂ થઈ ઝુંબેશ

 

એયર કોસ્ટા: રીજનલ એરલાઈન એર કોસ્ટા પણ દક્ષિણ ભારતમાં થઈ હતી. એર કોસ્ટા 2013માં શરુ થઈ હતી જોકે દેવાના જોખમમાં આ કંપનીનો અંત આવ્યો હતો.

એર પેગસાસ: બેંગ્લોરની એરલાઈન કંપની એર પેગસાસે તેની સફર 2015માં શરુ કરી હતી અને માત્ર 1 વર્ષની અંદર જ કંપનીની સફર રોકાઈ ગઈ હતી. એર પેગસાસ ડેકોર એવિએશનની સબ્સિડી કંપની છે. એર પેગસાસે પણ દેવાના કારણે હવાઈ સેવા બંધ હતી.

jet airways kingfisher