જવાનીમાં પતાવ્યા આ 3 કામ, તો વૃદ્ધાવસ્થામાં નહીં સતાવે પૈસાની ચિંતા

10 February, 2019 06:39 PM IST  | 

જવાનીમાં પતાવ્યા આ 3 કામ, તો વૃદ્ધાવસ્થામાં નહીં સતાવે પૈસાની ચિંતા

ફાઇલ ફોટો

વૃદ્ધાવસ્થામાં પૈસા માટે કોઈ અન્ય પર આશ્રિત રહેવું કોઈને પણ સારું નથી લાગતું. ખાસ કરીને ત્યારે જ્યારે તમે જવાનીમાં ખૂબ પૈસા કમાયા અને ખર્ચ કર્યા છે. કેન્દ્ર સરકારે સામાન્ય માણસને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે ઘણીબધી યોજનાઓ શરૂ કરી છે. પરંતુ આ યોજનાઓ વિશે મોટાભાગના લોકોને જાણકારી હોતી નથી. વૃદ્ધાવસ્થામાં સૌથી મોટો ખર્ચ દવાઓ અને સારવારનો હોય છે અને અમે તેની સાથે જોડાયેલી યોજનાઓની જાણકારી આપી રહ્યા છીએ. અમે તમને એવી 3 યોજનાઓની જાણકારી આપી રહ્યા છીએ જેમાં રોકાણ કરીને તમે તમારી વૃદ્ધાવસ્થામાં પૈસાની તંગીને દૂર કરી શકો છો.

અટલ પેન્શન યોજના

અસંગઠિત ક્ષેત્ર (અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટર)માં કામ કરતા લોકો માટે આ એક ફાયદાકારક સ્કીમ છે. 60 વર્ષની ઉંમર પછી લોકોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મે 2015માં અટલ પેન્શન યોજનાની શરૂઆત કરી હતી. લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી એક નિશ્ચિત રકમ પેન્શન રૂપે આપવામાં આવે છે. 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની ઉંમરવાળા લોકો આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે. તેમાં ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. 500 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધી વાર્ષિક રોકાણમાં તમે હજાર રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીના વાર્ષિક પેન્શનનો જુગાડ કરી શકો છો. હવે આ રકમને વધારીને 10,000 રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી છે. તમે બેંક કે પોસ્ટઓફિસ દ્વારા આ યોજના સાથે જોડાઈ શકો છો.

આ પણ વાંચો: PANકાર્ડમાં થઈ ગઈ છે ભૂલ? ઘેર બેઠા ઓનલાઇન આ રીતે સુધારો

વડાપ્રધાન સુરક્ષા વીમાયોજના

મોટાભાગના લોકોને વીમા હેઠળ લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોગીએ જ 9 મે, 2015ના રોજ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના લોન્ચ કરી હતી. 18 વર્ષથી લઈને 70 વર્ષ સુધીની ઉંમરની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. માત્ર 12 રૂપિયાના પ્રિમિયમ પર તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો. આ યોજના હેઠળ દુર્ઘટના મૃત્યુ અને પૂર્ણ અપંગતાની સ્થિતિમાં 2 લાખ રૂપિયા અને આંશિક અપંગતાની સ્થિતિમાં 1 લાખ રૂપિયા સુધીનું વીમા કવર આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના

દેશના ગરીબ તેમદ ગ્રામ્ય પરિવારો માટે આ એક શાનદાર યોજના છે. સમાજના એવા વર્ગોને જ આર્થિક સંકટમાંથી ઉગારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 મે, 2015ના રોજ જીવનજ્યોતિ વીમા યોજના લોન્ચ કરી હતી. 18થી 50 વર્ષ સુઘીની ઉંમરની કોઈપણ વ્યક્તિ આ વીમા યોજનાનો લાભ લઈ શકે છે. આ માટે લાભાર્થીઓને માત્ર 330 રૂપિયા વાર્ષિક પ્રિમિયમ આપવાનું હોય છે. આ એક પ્રકારનો ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન હોય છે. જો લાભાર્થીનું મૃત્યુ થાય છે તો તેના પરિવારજનોને બે લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે.