ઈનકમ ટેક્સથી GST સુધી, જાણો આજથી અમલમાં આવેલા પાંચ મોટા ફેરફારો

01 April, 2019 06:24 PM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

ઈનકમ ટેક્સથી GST સુધી, જાણો આજથી અમલમાં આવેલા પાંચ મોટા ફેરફારો

નવા નાણાંકીય વર્ષના નવા નિયમો જાણો

નવા નાણાંકીય વર્ષની શરૂઆત સાથે કેટલાક નવા ફેરફારો પણ અમલમાં આવ્યા છે. આ તમામ ફેરફાર સીધી રીતે તમારી ફાયનાન્સિયલ પ્લાનિંગ સાથે જોડાયેલા છે. એવામાં જો તમે નવા વર્ષમાં રોકાણ અને ટેક્સ પ્લાનિંગની યોજના બનાવી રહ્યો છો તે તમને આની જાણકારી હોવી જોઈએ.

ટેક્સેબલ ઈનકમ

નાણામંત્રી પીયૂષ ગોયલે પોતાના વચગાળાના બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત આપતા ટેક્સની છૂટની સીમા પાંચ લાખ સુધી વધારી દીધી હતી. અત્યાર સુધી ટેક્સની છૂટની સીમા અઢી લાખ હતી. એટલે કે જો તમારી આવક પાંચ લાખ સુધીની છે તો તમારે કોઈ જ ટેક્સ નહીં આપવો પડે.

સ્ટેન્ડર્ડ ડિડક્શન

પીયૂષ ગોયલે પોતાના વચગાળાના બજેટમાં સ્ટેન્ડર્ડ ડિડક્શન 40 હજાર રૂપિયાથી વધારીને 50 હજાર રૂપિયા કરી દીધું છે. જેમાં 10 હજાર રૂપિયાના વધારાથી જે લોકો 30 ટકા ટેક્સના સ્લેબમાં આવે છે તેમને પ્રતિ વ્યક્તિ 30 હજાર સુધીની બચત થશે.

એકથી વધુ ઘર હશે તો પણ થશે ફાયદો
જો તમારી પાસે પાસે બે ઘર હોય તો આવકવેરા વિભાગ અત્યાર સુધી એવું માનતું હતું કે તમે એક મકાન ભાડા પર આપ્યું છે અને તેના પર તમારે ટેક્સ આપવાનો રહેતો હતો. પરંતુ હવે તેમાં પણ રાહત આપવામાં આવી છે. હવે જો તમારી પાસે બે ઘર છે તો પણ સરકાર તેને સેલ્ફ ઓક્યુપાઈડ જ માનશે અને તમારે કોઈ જ ટેક્સ નહીં આપવો પડે.

ટીડીએસની સીમા વધી
બેંક અથવા પોસ્ટ ઑફિસમાં જમા બચત પર મળનારા વ્યાજની સીમા પણ વધારવામાં આવી છે. હાલ 10, 000 રૂપિયાની વ્યાજની આવક પર TDS આપવું પડતું હતું, જેને વધારીને 40, 000 કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ નવા નાણાંકીય વર્ષના પહેલા દિવસે ઐતિહાસિક ઉંચાઈ પર બજાર, સેંસેક્સ 39,000ને પાર

હાઉસિંગ પ્રોજેક્ટ પર ઘટેલા દરો આજથી પડશે લાગૂ
રિયલ એસ્ટેટમાં હાઉસિંહ પ્રોજેક્ટ પર ટેક્સના ઘટેલા દરો આજથી લાગૂ પડશે. હવે હાઉસિંગ પ્રોજેક્ટ પર જીએસટીના દરને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.જૂના પ્રોજેક્ટ વાળાને પણ આ સ્કીમનો લાભ મળશે. જીએસટી કાઉન્સિલે નિર્માણાધીન મકાનોની અફોર્ડેબલ કેટેગરીમાં જીએસટીના દર 1 ટકા કરી દીધો છે. આ દર પણ આજથી લાગૂ પડશે.