જેટ એરવેઝ માટે ડાર્વિન ગ્રુપે લગાવી 14, 000 કરોડની બોલી

16 May, 2019 10:46 AM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

જેટ એરવેઝ માટે ડાર્વિન ગ્રુપે લગાવી 14, 000 કરોડની બોલી

જેટ એરવેઝ માટે ડાર્વિન ગ્રુપે લગાવી 14, 000 કરોડની બોલી

જેટને સંકટમાંથી ઉગારવા માટે અનેક કંપનીઓ આગળ આવી રહી છે. ડાર્વિન ગ્રુપે જેટને ખરીદવા માટે 14 હજાર કરોડ રૂપિયાની બોલી જમા કરાવી છે. જેના પર ચર્ચા કરવા માટે ટોચના અધિકારીઓએ SBI કેપિટલના અધિકારીઓ સાથે મુલાકાત કરી. ગ્રુપના સીઈઓ રાહુલ ગનપુલે કહ્યું કે તેમના સમૂહે સંકટમાં ફસાયેલી વિમાન કંપનીને ખરીદવા માટે આઠ મેએ બોલી જમા કરાવી છે.

ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપ ઑફ કંપનીઝે દાવો કર્યો છે કે ઑઈલ એન્ડ ગેસ, હોસ્પિટાલિટી અને રિઅલ્ટી સહિતના ક્ષેત્રોમાં તેમણે રોકાણ કર્યું છે. ગનપુલેએ કહ્યું કે SBI કેપિટલે અમને ચર્ચા માટે બોલાવ્યો છે. અમે જેટ એરવેઝના દેવા અને સંપત્તિઓની જાણકારી મેળવવા માંગીએ છે. કંપનીએ બોલી લગાવતા પહેલા શરૂઆતની તપાસ કરી લીધી હતી, પરંતુ તેની સૂચના જાહેર રીતે નથી ઉપલબ્ધ અને તેમને આ માહિતીની જરૂર છે. જેથી તેમણે તે SBI કેપિટલ પાસે આ જાણકારી માંગી છે.

આ પણ વાંચોઃ Jet Airways Crisis: CFO પછી હવે CEO વિનય દુબેનું પણ રાજીનામું

SBIની આગેવાની વાળા સાત ઋણદાતાઓના સમૂહની જેટ એરવેઝમાં 51 ટરા ભાગીદારી છે અને તેમણે વિમાન કંપનીના 75 ટકા હિસ્સાને વેચવાની રજૂઆત કરી છે. કંપની પર લેણદારોના 8,000 કરોડ રૂપિયાથી વધુ લેણા છે. જેટ એરવેઝે મંગળવારે કહ્યું હતું કે તેના ચાર ટોચના અધિકારીઓએ રાજીનામું આપ્યું છે.

jet airways business news