જેટ એરવેઝનું ટૂંક સમયમાં કરાશે લિલામઃ ૪ સંભવિત બિડર ફાઈનલ

27 June, 2020 01:04 PM IST  |  New Delhi | Agencies

જેટ એરવેઝનું ટૂંક સમયમાં કરાશે લિલામઃ ૪ સંભવિત બિડર ફાઈનલ

જેટ એરવેઝ

એક વર્ષ કરતાં પણ વધુ સમયથી ગ્રાઉન્ડેડ સંકટગ્રસ્ત જેટ એરવેઝને નાણાં ધીરનારાઓએ ચાર સંભવિત બિડર્સને અંતિમ રૂપ આપ્યું છે. આ બિડર્સ આગામી મહિના સુધી નાદાર એરલાઇનમાં હિસ્સો હાંસલ કરવા માટે બિડ પ્રસ્તાવ રજૂ કરે એવી એવી શક્યતા છે. રિઝોલ્યુશન પ્રોફેશનલ આશિષ છાવછરિયાએ આ સૂઇટર્સની સાથે નોન-કિસ્ક્લોઝર એગ્રીમેન્ટ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે અને તેમને એરલાઇનના નાણાકીય ડેટાની આપ-લે કરી છે.

જેટ એરવેઝમાં જે બિડર્સે રસ દાખવ્યો છે, એમાં છે યુકેના કલૈક કેપિટલ પાર્ટનર્સ અને દુબઈના એક વ્યક્તિ મુરારીલાલ જાલન, અબુ ધાબી સ્થિત ઇમ્પિરિયલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એલએલસી, હરિયાણા સ્થિત ફ્લાઇટ સિમ્યુલેશન ટેક્નિક સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ અને મુંબઈ સ્થિત બિગ ચાર્ટર પ્રા. લિમિટેડ , કેનેડાસ્થિત આંતરપ્રૂનર શિવકુમાર રસિયા અને કોલકાતાની અલ્ફા એરવેઝ.

પ્રાપ્ત માહિતી અનુસાર બિડ લગાવનારી કંપનીઓને બિડ લગાવતાં પહેલાં જેટ એરવેઝની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો. બિડ લગાવનારા પાસે ડ્યુ ડિલિજન્સની પ્રક્રિયાને અંતે પોતાની બીજ રજૂ નહીં કરવાનો પણ વિકલ્પ છે.

jet airways business news