જેટ એરવેઝને મુશ્કેલીમાંથી બહાર કાઢવા આગળ આવ્યું 'રોજા'

05 May, 2019 05:08 PM IST  | 

જેટ એરવેઝને મુશ્કેલીમાંથી બહાર કાઢવા આગળ આવ્યું 'રોજા'

ફાઈલ ફોટો

મસમોટા દેવાને કારણે જેટ એરવેઝ ગ્રાઉન્ડેડ થઈ ચૂકી છે. 17 એપ્રિલ બાદ જેટ એરવેઝની ફ્લાઈટ ટેક ઓફ નથી થઈ. ત્યારે હવે કંપનીને ફરી બેઠી કરવા માટે જાતભાતના પ્રયત્નો થઈ રહ્યા છે. જેટ એરવેઝના કર્મચારીઓ પણ વિમાનોને ફરી એકવાર ઉડાન ભરતા જોવા રાહ જોઈ રહ્યા છે. જેટ એરવેઝની મુશ્કેલીઓ ઓછી કરવા તેમની મદદે 'રોજા' આવ્યું છે. કંપનીના નિયમિત યાત્રીઓના એક ગ્રુપ 'રિવાઈવલ ઓફ જેટ એરવેઝ' યોજના હેઠળ કંપનીને રન-વે પર પાછી લાવવા દેવાદારો સામે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

રોજાએ જેટ એરવેઝની દેવાદાર બેન્કો સામે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતુ જેમાં કંપનીના નિયમિત કાર્યોની યોજના જાહેર કરવામાં આવી હતી. આ પ્રેઝન્ટેશનમાં કંપનીના દેવાદારો સહિત પાયલટો, કર્મચારીઓ બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં જેટ એરવેઝના કેટલાક કર્મચારીઓએ પણ દેવાદારો સામે આશરે 7,000 કરોડ રૂપિયા ઈન્વેસ્ટમેન્ટથી કંપનીનો વહીવટ પોતાના હાથમાં લેવા માટે પરવાનગી માગી હતી. આ વિશે દેવાદારો તરફથી કહેવામાં આવ્યું હતું કે, વર્તમાન યોજના અંતર્ગત 10 મે સુધી કંપની માટે કોઈ મોટા ઈન્વેસ્ટ સામે ન આવે તો બોલી લગાવવા પર વિચાર કરવામાં આવી શકે છે.

jet airways