જેટ એરવેઝના કર્મચારીઓ માટે આનંદના સમાચાર : ટ્વિટરના માધ્યમથી મળી નોકરી

20 April, 2019 04:04 PM IST  | 

જેટ એરવેઝના કર્મચારીઓ માટે આનંદના સમાચાર : ટ્વિટરના માધ્યમથી મળી નોકરી

ટ્વીટરના માધ્યનથી મળી નોકરી

ભારતની 26 વર્ષ જુની એરલાઇન્સ જેટ એરવેઝ ઠપ થઈ જવાના કારણે તેમા કામ કરી રહેલા 22,000 જેટલા કર્મચારીઓ બેરોજગાર થઇ ગયા છે. તમામ કર્મચારીઓ હાલ નાણાકીય સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મોટા ભાગના કર્ચચારીઓને જાન્યુઆરીથી પગાર નથી મળ્યો. ત્યારે આ બેરોજગાર કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેટ એરવેઝના 500 જેટલા કર્મચારીઓને સ્પાઈસ જેટે નોકરી આપી છે. જેટ એરવેઝના કેટલાય કર્મચારીઓને સોશિયલ મીડિયા ખાસ કરીને ટ્વિટરના માધ્યમથી નોકરી ઓફર કરવામાં આવી રહી છે.

ટ્વીટરના માધ્યનથી મળી નોકરી

સ્પાઈસ જેટના સીએમડી અજય સિંહે જેટ એરવેઝના 100 જેટલા પાયલટ, 200 કેબિન ક્રૂ અને 200થી પણ વધારે ટેક્નિકલ એક્સપર્ટને જોબ ઓફર કરી છે. આ સિવાય પણ ઘણી પબ્લિશિંગ કંપની, PR કંપનીઓ અને કસ્ટમર સપોર્ટ ફંકશન માટે જેટ એરવેઝના કર્મચારીઓને જોબ ઓફર કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: મુશ્કેલીમાં જેટ એરવેઝના કર્મચારીઓ, ગુજરાન ચલાવવા વેંચી સ્પોર્ટ્સ બાઇક

 

જાણો, શું કહ્યું સ્પાઇસ જેટના CMD અજયસિંહે

આ વિશે વાત કરતા સ્પાઈસ જેટના સીએમડી અજય સિંહે કહ્યું હતું કે, અમે જેમ વિકાસ કરી રહ્યા છીએ તેમ આ કર્મચારીઓને પહેલી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ સિવાય જેટ એરવેઝના બંધ થવાના કારણે જોબ માર્કેટમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વ્યક્તિઓ વધ્યા છે જે નોકરી શોધી રહ્યા છે.

jet airways spicejet