જેટ ઍયરવેઝે દેવાળું ફૂક્યું, તૂટ્યો કંપનીનો શેર

02 January, 2019 03:13 PM IST  | 

જેટ ઍયરવેઝે દેવાળું ફૂક્યું, તૂટ્યો કંપનીનો શેર

જેટ ઍયરવેઝે ડિફૉલ્ટ કરતા શેરમાં કડાકો

25 વર્ષ જૂની અને હાલ દેવાનો સામનો કરી રહેલી જેટ ઍયરવેઝે ડિફૉલ્ટ કર્યું છે. કંપનીએ જાણકારી આપી કે તેમણે ભારતીય સ્ટેટ બેંક(SBI)ની નીચે આવતી બેંકના સમૂહ પાસેથી લીધેલી લોન ભરપાઈ કરવામાં મોડું કર્યું છે. સ્ટૉક એક્સચેંજને આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 'અસ્થાયી રૂપથી નાણાંકીય સંકટના કારણે કંપની વ્યાજ અને મૂળ રકમની ચુકવણી સમય પર નથી કરી શકી' .

બેંકને નાણા ચુકવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2018 હતી. મહત્વનું છે કે જેટ ઍયરવેઝ છેલ્લા કેટલાક મહીનાથી નાણાંકીય સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે તેમના પાયલટ અને અન્ય કર્મચારીઓના પગારમાં પણ વિલંબ થઈ રહ્યો છે. નબળો પડેલો રૂપિયો, કાચા તેલના વધતા ભાવો અને સ્થાનિક ક્ષેત્રે ગળાકાપ સ્પર્ધાના કારણે કંપનીને મોટા નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

જેટ અને તેમાં બીજો સૌથી મોટો હિસ્સો ધરાવતી કંપની એતિહાદ ઍયરવેઝ બેંકની સાથે સતત વાતચીત કરીને આ સંકટનું સમાધાન કાઢવાનો પ્રયાસ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે અબૂ ધાબીની કંપની એતિહાદ, જેટ ઍયરવેઝમાં પોતાની ભાગીદારી, જે 24 ટકા છે તેને વધારી શકે છે.

આ પણ વાંચોઃ 2017-18માં બેંકોને લાગ્યો 41,000 કરોડ રૂપિયાનો ચૂનો, વસૂલ્યા 40,400 કરોડ


કંપની ડિફૉલ્ટ થયાના અહેવાલો આવ્યા બાદ બોમ્બે સ્ટૉક એક્સચેંજ(BSE)માં કંપનીના શેરમાં 2 ટકાનો ઘટાડો પણ જોવો મળ્યો.

jet airways bombay stock exchange