Jet Airways Crisis: CFO પછી હવે CEO વિનય દુબેનું પણ રાજીનામું

14 May, 2019 05:50 PM IST  |  મુંબઈ

Jet Airways Crisis: CFO પછી હવે CEO વિનય દુબેનું પણ રાજીનામું

જેટના CEOનું રાજીનામું

આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહેલી જેટ એરવેઝમાં ઉચ્ચ સ્તરના અધિકારીઓના રાજીનામાનો સિલસિલો ચાલુ છે. જેટ એરવેઝે જાણકારી આપી કે વ્યક્તિગત કારણોથી ચીફ એક્ઝિક્યૂટીવ ઑફિસર વિનય દુબેએ તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. સ્ટૉક એક્સચેન્જને આપેલી સૂચનામાં જેટ એરવેઝે કહ્યું કે, 'અમે તેમને સૂચના આપવા માંગીએ છે કે કંપનીના ચીફ એક્ઝિક્યૂટીવ ઑફિસર વિનય દુબેએ વ્યક્તિગત કારણોથી તાત્કાલિક અસરથી 14 મે 2019થી રાજીનામું આપી દીધું છે.'

CEOનું રાજીનામું

આ પહેલા જેટ એરવઝએના ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર અમિત અગ્રવાલે સોમવારે રાજીનામું આપ્યું હતું. એરલાઈન્સે કહ્યું હતું કે અગ્રવાલે પણ વ્યક્તિગત કારણોથી રાજીનામું આપ્યું છે.

મહત્વના પદ પર રહી ચુક્યા છે

વિજય દુબેએ ઑગસ્ટ 2017માં જેટ એરવેઝ જોઈન કર્યું હતું.  આ પહેલા તેઓ ડેલ્ટા એરલાઈન્સ ઈન્ક, સબ્રે ઈન્ક અને અમેરિકન એરલાઈન્સમાં અલગ અલગ પદ પર રહી ચુક્યા છે. જેટ એરવેઝ પહેલા તે ડેલ્ટા એરલાઈન્સના એશિયા પેસિફિક ક્ષેત્રના વાઈસ પ્રેસિડેન્ટ છે.

આ પણ વાંચોઃ જેટને બે અનસૉલિસિટેડ બિડ મળી, એકની હજી અપેક્ષા : એસબીઆઇ

આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહેલી જેટ એરવેઝ 17 એપ્રિલથી બંધ પડી છે. હાલના મહિનામાં આ એરલાઈન્સના અનેક ટોચના અધિકારીઓ અને બોર્ડ મેમ્બર્સે રાજીનામું આપ્યું છે.

jet airways business news