જેટ એરવેઝની મુશ્કેલી વધી, મુંબઇ આવતું વિમાન કરાયું જપ્ત

11 April, 2019 08:32 PM IST  |  મુંબઈ

જેટ એરવેઝની મુશ્કેલી વધી, મુંબઇ આવતું વિમાન કરાયું જપ્ત

જેટ એરવેઝ (File Photo)

છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટથી ઝઝુમી રહેલી ભારતની એરલાઇન્સ જેટ એરવેઝની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઇ રહી. આજે મળી રહેલ સમાચાર પ્રમાણે જેટની નેધરલેન્ડ એરપોર્ટથી મુંબઇ માટે ઉડાન ભરે તે પહેલા જ કંપનીના વિમાનને જપ્ત કરી લેવામાં આવ્યું હતું. ઉડાન ભરતા પહેલા જ કેન્સલ થઇ જતાં મોટી સંખ્યામાં યાત્રીકો પરેશાન થઇ ગયા હતા.

સૈન ફ્રાન્સિસ્કોમાં રહેતી શ્રદ્ધાએ ટ્વીટ કરીને કહ્યું કે, “મારી બહેન એમ્સટર્ડમના સીપોલ એરપોર્ટ પર ફસાઈ ગઈ છે. કેમ કે, જેટ એરવેઝના વિમાન 9W231ને જપ્ત કરી લેવામાં આવ્યું છે. કૃપયા મદદ કરો, તે મુંબઈ કેવી રીતે પહોંચશે.

કાર્ગો કંપનીની લેણી રકમ બાકી હોય વિમાનને જપ્ત કરાયું
યુરોપની એક કાર્ગો સેવા આપતી કંપનીને લેણી રકમ ચુકવાઈ નથી
, જેથી કંપનીએ બોઈંગ વિમાનને એમ્સટર્ડમ એરપોર્ટ પર જપ્ત કર્યું હતું. એરલાઈનના એક સુત્રના કહેવા પ્રમાણે આ વિમાન મુંબઈ જવાનું હતું.પરંતુ કાર્ગો એજન્ટે એરલાઈન તરફથી ચુકવવાની રકમ ચુકવી નથી, જેથી જેટ એરવેઝનું બોઈંગ 777-300 ઈઆર(વીટી- જેઈડબલ્યૂ) પોતાના કબજામાં લઈ લીધું હતું. ભાડા પટ્ટા પર વિમાન આપનારી કંપનીઓને રકમ ચુકવાઈ ન હોવાથી જેટ એરવેઝે પોતાના 75 ટકાથી વધુ વિમાનો પાછા આપી દીધા છે. હાલ એરલાઈન ફકત 25 વિમાનો દ્વારા પરિચાલન કરી રહી છે. જે પહેલા 123 વિમાનો સાથે પરિચાલનમાં હતી.

આ પણ વાંચો : સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જેટ ઍરવેઝમાંથી હિસ્સો વેચવા બિડ મગાવી

16 હજાર કર્મીઓની આંશિક વેતન ચુકવાયું
આર્થિક સંકટને કારણે એરલાઈન પોતાના
16,000થી વધુ કર્મચારીઓને આંશિક વેતન ચુકવી શકી છે. કંપનીના પાયલોટોનો એક વર્ગે કંપનીના સત્તાવાળાઓને કાયદાકીય નોટિસ મોકલી છે. હાલ કંપનીના સત્તાવાળાઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ બેંકો સાથે ટાઈઅપ કરી રહી છે.

કંપનીએ ઉડાન રદ કરવાની પુષ્ટિ કરતાં કહ્યું છે કે પરિચાલન સાથે સંકળાયેલા કારણોને પગલે આ પગલું ભરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલું વિમાન મુંબઈથી એમ્સટર્ડમ ગયું હતું અને તે પાછુ આવવાનું હતું.

jet airways