TCS, HCL, મારુતિ સુઝુકી જેવી કંપનીઓને બ્રેક્ઝિટની અસર થઈ શકે

29 June, 2016 04:22 AM IST  | 

TCS, HCL, મારુતિ સુઝુકી જેવી કંપનીઓને બ્રેક્ઝિટની અસર થઈ શકે



યુરોપિયન યુનિયનમાંથી બ્રિટને છેડો ફાડી નાખ્યા બાદ હવે ઍનલિસ્ટો જે કંપનીઓનો બ્રિટન અને યુરોપમાં મોટો બિઝનેસ છે એની આવકમાં ઘટાડો થવાના અંદાજે આવી કંપનીઓને ડાઉનગ્રેડ કરી રહ્યા છે. એમાં ભારતની કેટલીક આગેવાન IT કંપનીઓ, ઑટોમોબાઇલ, મેટલ તથા ફાર્મા ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ થવાની શક્યતા છે.

TCS, HCL ટેક્નૉલૉજી, મારુતિ, તાતા મોટર્સ, તાતા સ્ટીલ, બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રી જેવી કંપનીઓના એક્સપોર્ટ બિઝનેસને મોટી અસર થવાની શક્યતાએ એમની શૅરદીઠ આવકના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે ઍનલિસ્ટોનું માનવું છે કે ભારતીય શૅરબજારો પર બ્રેક્ઝિટની ખાસ કોઈ મોટી નકારાત્મક અસર જોવા નહીં મળે, પરંતુ કેટલીક કંપનીઓની આવક ઘટી શકે છે. આથી એ કંપનીઓ ફન્ડામેન્ટલી ડાઉનગ્રેડ થઈ શકે છે.

આ જ ગણતરીના આધારે બૅન્ક ઑફ અમેરિકા મેરિલ લિન્ચે વ્ઘ્લ્ને બાય રેટિંગથી ઘટાડી અન્ડર પર્ફોર્મ કરવામાં આવ્યો હતો, જ્યારે કોટક ઇન્સ્ટિટ્યુશનલે મારુતિ અને તાતા મોટર્સને સૌથી વધુ નકારાત્મક અસર થશે એમ કહ્યું છે.