અચોક્કસતાની સ્થિતિમાં રોકાણની સારી તક

03 October, 2011 06:28 PM IST  | 

અચોક્કસતાની સ્થિતિમાં રોકાણની સારી તક

 

દેવેન ચોકસીની કલમે

અત્યારે ભારતીય ઇક્વિટી માર્કેટનું વૅલ્યુએશન આકર્ષક છે. બે વર્ષના રોકાણ સમયગાળાને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરવાની સારી તક છે. અત્યારે બધે જ નિરાશાવાદની સ્થિતિ છે. હું જે કોઈ પણ ફન્ડ મૅનેજર અથવા ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો સાથે વાતચીત કરું છું ત્યારે માત્ર ઊંચા વ્યાજદર, સરકાર દ્વારા કોઈ મહત્વના નર્ણિય લેવાનો અભાવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ઘટી રહેલા ઑર્ડર્સ તેમ જ યુરોપની ડેટ ક્રાઇસિસની વાતો જ સાંભળવા મળે છે. અત્યારે બજારમાં પરિસ્થિતિ એકદમ અચોક્કસ છે ત્યારે બજારમાં કેમ રોકાણ કરવું એ સવાલ છે. જોકે અચોક્કસ સ્થિતિમાં જ રોકાણ કરવાનું વધુ યોગ્ય છે, કારણ કે જ્યારે નૉર્મલ સ્થિતિ પાછી ફરે છે ત્યારે આ રોકાણ તમને શ્રેષ્ઠ વળતર આપે છે. અમેરિકામાં સપ્ટેમ્બર ૨૦૦૧માં આતંકવાદી હુમલો થયા બાદ જો રોકાણ કર્યું હોય તો ત્યાર પછીનાં ત્રણ વર્ષમાં ૮૪ ટકા અને પાંચ વર્ષમાં ૩૧૬ ટકા વળતર મળ્યું હોત.

વૅલ્યુએશન્સ સસ્તાં હોય ત્યારે રોકાણ કર્યું હોય તો સારું વળતર મળી શકે છે. આ ઉપરાંત જ્યારે પ્રતિકૂળ સમાચારો આવતા હોય ત્યારે જો રોકાણ કર્યું હોય તો પણ સારું વળતર મળે છે. અચોક્કસતાની સ્થિતિ હોય અને મોટા ભાગના રોકાણકારો જોખમ લેવા તૈયાર ન હોય ત્યારે સારું બારગેઇન કરી શકાય છે. રોકાણકારે માત્ર સમાચારો પર ફોકસ કરવાને બદલે વૅલ્યુ અને લાંબા ગાળાના ગ્રોથ પ્રોસ્પેક્ટસ પર પણ ફોકસ કરવું જોઈએ. ભૂતકાળનો અનુભવ પુરવાર કરે છે કે નીચા પી/ઈ (પ્રાઇસ અર્નિંગ્સ)એ અચોક્કસ સ્થિતિમાં કરેલા રોકાણ પર મધ્યમથી લાંબા ગાળામાં વળતર મળે છે. માત્ર અર્નિંગ્સમાં વધારો થવાથી જ નહીં, પણ પી/ઈ મલ્ટિપલમાં વધારો થવાથી પણ વળતરમાં વૃદ્ધિ થાય છે. જ્યારે બજારમાં સામાન્ય સ્થિતિ પાછી ફરે છે. સમાચારોના ફ્લોમાં પણ સુધારો થાય છે અને ત્યારે ભારત વિશે બધી જ સારી વાતો મિડિયામાં પબ્લિશ થાય છે ત્યારે ભારતને ઊંચા પી/ઈ મલ્ટિપલનો લાભ મળે છે. મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે ટૂંકા ગાળામાં રૂપિયાના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ભૂતકાળમાં જ્યારે પણ રૂપિયાના મૂલ્યમાં ઝડપી ઘટાડો થયો છે ત્યારે બજારમાં પૈસાનો ફ્લો જોવા મળ્યો છે. ૨૦૦૮માં પણ આવી જ સ્થિતિ નર્મિાણ થઈ હતી. આવી સ્થિતિમાં વિદેશોમાંથી આવતા પૈસાના ફ્લોને કારણે શૅરબજારમાં તેજી જોવા મળી છે. મારું માનવું છે કે ભારત ઘણા બધા રોકાણકારોને તક પૂરી પાડે છે. રૂપિયો ૪૯ના સ્તરે છે. અર્થતંત્રનો વૃદ્ધિદર ૭.૫૦ ટકાનો રહેવાનો અંદાજ છે. કૉર્પોરેટ અર્નિંગ્સ ડબલ ડિજિટમાં રહેવાની અપેક્ષા છે તેમ જ રૂપિયાના મૂલ્યમાં વધારો થવાની શક્યતા છે. આ બધાં જ પરિબળો રોકાણકારો માટે આકર્ષક છે.

મધ્યમ, લાંબા ગાળામાં કયા શૅરો લેવા?

ચાલુ સપ્તાહમાં નિફ્ટી ૪૮૫૦થી ૫૧૫૦ પૉઇન્ટની રેન્જમાં રહેવાની અપેક્ષા છે. બજારો હજી પણ અનર્ણિીત સ્થિતિમાં છે. રોકાણકારોએ દરેક કરેક્શનને ખરીદીની તક ગણીને મજબૂત અને સારી ગુણવત્તા ધરાવતા શૅર્સ ઍક્વાયર કરવા જોઈએ. મધ્યમ અને લાંબા ગાળા માટે હું રોકાણકારોને ટેકપ્રો, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, આઇડીએફસી (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કંપની) અને કેપીઆઇટી કમિન્સ જેવા મિડ કૅપ શૅર્સ તેમ જ તાતા મોટર્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા લાર્જ કૅપ શૅર્સ ખરીદવાની ભલામણ કરું છું.