મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ શૅર તરીકે રિલાયન્સને મળેલું પ્રથમ સ્થાન ઇન્ફોસિસે આંચકી લીધું

14 December, 2011 09:15 AM IST  | 

મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ શૅર તરીકે રિલાયન્સને મળેલું પ્રથમ સ્થાન ઇન્ફોસિસે આંચકી લીધું

 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બીજા સ્થાને પહોંચી ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરના ભાવમાં ઘટાડો ચાલુ રહેવાથી આમ થયું છે. છેલ્લાં ઘણાં વર્ષોથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું સેન્સેક્સ અને નિફ્ટીમાં વેઇટેજ સૌથી વધુ હતું. સોમવારે સેન્સેક્સમાં ઇન્ફોસિસનું વેઇટેજ વધીને ૧૦.૨૫ ટકા થયું હતું, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ૧૦.૦૮ ટકા રહ્યું હતું. નિફ્ટીમાં ઇન્ફોસિસનું વેઇટેજ ૯.૧૩ ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ૮.૪૮ ટકા રહ્યું હતું.