ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સેક્ટરમાં વિદેશી રોકાણકારોએ ઇન્વેસ્ટમેન્ટ વધારી દીધું

19 August, 2012 05:09 AM IST  | 

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સેક્ટરમાં વિદેશી રોકાણકારોએ ઇન્વેસ્ટમેન્ટ વધારી દીધું

જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરમાં કઈ કંપનીમાં કેટલું રોકાણ વધ્યું એની વિગત જોઈએ.

ઇન્ફોસિસમાં જૂન ૨૦૧૧ના અંતે એફઆઇઆઇનું હોલ્ડિંગ ૩૬.૮૮ ટકા હતું એ જૂન ૨૦૧૨ના અંતે વધીને ૩૭.૮૯ ટકા થયું છે. ટીસીએસમાં ૧૨.૮૦થી વધીને ૧૪.૬૩ ટકા. વિપ્રોમાં ૫.૩૭ ટકાથી વધીને ૬.૫૯ ટકા અને ટેક મહિન્દ્રમાં ૩.૯૬ ટકાથી વધીને ૫.૯૨ ટકા થયું છે. હેક્ઝાવેર ટેક્નૉલૉજીમાં હોલ્ડિંગ ૪૦.૨૪ ટકાથી વધીને ૪૩.૩૮ ટકા, ઇન્ફોસિસમાં ૨૦.૩૬ ટકાથી  વધીને ૨૨.૦૩ ટકા, ઓરેકલ ફાઇનૅન્શિયલ સર્વિસિસમાં ૨.૬૬ ટકાથી વધીને ૩.૪૦ ટકા, માઇન્ડ ટ્રીમાં ૧૯.૮૯ ટકાથી વધીને ૨૧.૯૯ ટકા અને મહિન્દ્ર સત્યમમાં ૧૨.૯૫ ટકાથી વધીને ૨૨.૩૧ ટકા થયું છે.

માત્ર એક જ કંપની એચસીએલ ટૅક્નૉલૉજીમાં એફઆઇઆઇનું હોલ્ડિંગ ૨૧.૩૫ ટકાથી ઘટીને ૧૯.૯૭ ટકા થયું છે.

એફઆઇઆઆઇ= ફૉરેન ઇન્સ્ટિયુશનલ ઇન્વેસ્ટર, ટીસીએસ= તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ