WPI: હોલસેલ અને રીટેલ બન્ને પ્રકારના ફુગાવાના દર ઘટ્યા

15 January, 2019 11:14 AM IST  | 

WPI: હોલસેલ અને રીટેલ બન્ને પ્રકારના ફુગાવાના દર ઘટ્યા

પ્રતીકાત્મક તસવીર

દેશમાં હોલસેલની સાથે-સાથે રીટેલ ફુગાવાનો દર પણ ઘટ્યો છે. ગયા ડિસેમ્બરમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવાનો દર ૨.૧૯ ટકા હતો, જે ૧૮ મહિનાની નીચલી સપાટી હતી. ફળ, શાકભાજી અને ઈંધણના ભાવમાં ઘટાડો થવાને કારણે મોંઘવારી ઘટી હતી.

નોંધનીય છે કે ડિસેમ્બર ૨૦૧૭માં આ દર ૫.૨૧ ટકા હતો. ગયા નવેમ્બરમાં એનું પ્રમાણ ૨.૩૩ ટકા હતું.

આ પહેલાં જૂન ૨૦૧૭માં નીચલી સપાટી આવી હતી, જે ૧.૪૬ ટકાની હતી.

સ્ટૅટિસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ખાદ્ય પદાર્થોના ભાવ ડિસેમ્બરમાં ૨.૫૧ ટકા ઘટ્યા હતા. નવેમ્બરમાં આ ઘટાડો ૨.૬૧ ટકા હતો.

જથ્થાબંધ ભાવો પર આધારિત ફુગાવાનો દર ડિસેમ્બર ૨૦૧૮માં ૩.૮૦ ટકાના આઠ મહિનાના તળિયે પહોંચ્યો હતો. ઈંધણ અને કેટલાક ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) આધારિત ફુગાવાનો દર નવેમ્બર ૨૦૧૮માં ૪.૬૪ ટકા અને ડિસેમ્બર ૨૦૧૭માં ૩.૫૮ ટકા હતો.

સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર ડિસેમ્બરમાં ૩.૩૧ ટકાની સામે ડિસેમ્બરમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ડિફ્લેશન ૦.૦૭ ટકા હતું.

શાકભાજીના ભાવ પણ ડિસેમ્બરમાં ૧૭.૫૫ ટકા ઘટ્યા હતા, જે પાછલા મહિનામાં ૨૬.૯૮ ટકા ઘટ્યા હતા.

ડિસેમ્બરમાં ઈંધણ અને વીજ શ્રેણીમાં ફુગાવો ઘટીને ૮.૩૮ ટકા થયો હતો, જે નવેમ્બરમાં ૧૬.૨૮ ટકા હતો. ડિસેમ્બરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને કારણે આ ફરક પડ્યો હતો.

પેટ્રોલ અને ડીઝલનો ફુગાવો અનુક્રમે ૧.૫૭ ટકા અને ૮.૬૧ ટકા હતો. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસનો ભાવ ડિસેમ્બરમાં ૬.૮૭ ટકા વધ્યો હતો.

ખાદ્ય ચીજોમાં બટાટાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. એનો ફુગાવો નવેમ્બરના ૮૬.૪૫ ટકાની સામે ડિસેમ્બરમાં ૪૮.૬૮ ટકા હતો.

આ પણ વાંચો : કૉમ્પોઝિશન ડીલર્સ ગ્રાહકોને GST ચાર્જ કરી શકે નહીં

કઠોળમાં ફુગાવો ૨.૧૧ ટકા, જ્યારે ઈંડાં, માંસ અને માછલી શ્રેણીમાં ૪.૫૫ ટકા હતો.

નવેમ્બરમાં ડુંગળીના ભાવમાં ૬૩.૮૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે નવેમ્બરમાં ૪૭.૬૦ ટકા હતો.

inflation