2020-’21માં ભારતની કુલ નિકાસ 10 ટકા ઘટશે

26 June, 2020 11:53 AM IST  |  Mumbai | Mumbai Correspondent

2020-’21માં ભારતની કુલ નિકાસ 10 ટકા ઘટશે

કરન્સી

કોરોના મહામારી, એના કારણે માત્ર ભારત જ નહીં, વિશ્વના અનેક દેશોમાં લૉકડાઉન અમલમાં આવ્યું હોવાથી ચાલુ નાણાકીય વર્ષમાં દેશની નિકાસ ૧૦ ટકા જેટલી ઘટશે એવો અંદાજ ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશન (ફિયો)એ આજે જાહેર કર્યો હતો. ફિયો જોકે ઉમેરે છે કે જો વાઇરસનો બીજો તબક્કો જોવા મળે તો એનાથી નિકાસમાં ૨૦ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. અત્રે નોંધવું જોઈએ કે લૉકડાઉન દરમિયાન ફિયોએ ૨૦ ટકા નિકાસ ઘટશે એવો અંદાજ મૂક્યો હતો અને વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનનો અંદાજ ૧૩ ટકા ઘટાડાનો છે. કોરોના વાઇરસના કારણે નિકાસકરો સામે ઘણો પડકારજનક સમય આવી પડ્યો છે, એમ ફિયોએ જણાવ્યું હતું. રોજગારીનું સર્જન વધારે છે એમાં જેમ્સ ઍન્ડ જ્વેલરી, એપરલ, ફૂટવેર, હેન્ડીક્રાફ્ટ, કાર્પેટ જેવાં ક્ષેત્રોમાં અત્યારે પણ નિકાસની પૂછપરછ ઓછી છે. એમ ફિયોના અધ્યક્ષ શરદ કુમાર સરાફે જણાવ્યું હતું.

ભારત-ચીન વ્યાપાર

વર્ષ ૨૦૧૯માં ભારતની ચીનમાં નિકાસ આગલા વર્ષની ૧૬.૫ અબજ ડૉલર સામે વધી ૧૬.૯૫ અબજ ડૉલર હતી. સામે આયાત ૭૩.૮ અબજ ડૉલરથી ઘટી ૬૮.૨ અબજ ડૉલર રહી હતી.

‘રિસ્કી’ ટૅગથી નિકાસકારો પરેશાનમાં

નિકાસના નામે ટૅક્સની ચોરી કરી હોવાના આક્ષેપ સાથે લગભગ છ મહિનાથી વધુ સમયથી કસ્ટમ વિભાગે હજારો નિકાસકારોને રિસ્કી કે જોખમી જાહેર કર્યા છે. એક વખત જોખમી એવું ટૅગ લાગે એટલે નિકાસકારના જીએસટી રિફંડ અટકી જાય છે, ડ્યુટી ડ્રોબેકનો લાભ બંધ થઈ જાય છે અને દરેક કન્ટેનરનું ચેકિંગ કરવામાં આવે છે. આના કારણે નિકાસ પ્રક્રિયા લાંબી ચાલે છે. ક્યારેક બુક કરેલી વેસલ જતી રહે છે અને આર્થિક ફટકો પણ સહન કરવો પડે છે.

indian economy business news