દેશના GDPમાં છેલ્લા ચાર દાયકાનો સૌથી મોટો ઘટાડો

31 August, 2020 06:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશના GDPમાં છેલ્લા ચાર દાયકાનો સૌથી મોટો ઘટાડો

નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં દેશનું ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ (GDP) ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનાએ 23.9 ટકા ઘટ્યો છે, એમ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (NSO)એ જણાવ્યું હતું. આ ઘટાડો છેલ્લા ચાર દાયકાનો સૌથી અધિક ઘટાડો છે.

કોરોના વાયરસ મહામારીને અંકુશમાં લેવા માટે સતત પાળવામાં આવી રહેલા લૉકડાઉન્સને પગલે નહીંવત આર્થિક કામકાજ થતા આવો તોતિંગ ઘટાડો આવ્યો છે. 1996થી ભારતે GDPના ત્રિમાસિક આંકડા પ્રકાશિત કરવાનું શરૂ કર્યું એ પછીના સમયમાં પણ નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો છે.

આ વર્ષના જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર વાર્ષિક ધોરણે 3.1 ટકાના દરે વધ્યું હતું, જે 17 વર્ષનો સૌથી નીચો વૃદ્ધિદર છે. નાણાકીય વર્ષ 2019-20ના જૂન ત્રિમાસિક ગાળાના અંતે અર્થતંત્ર 5.2 ટકા વધ્યું હતું.

દેશનો GDP વૃદ્ધિદર નાણાકીય વર્ષ 2019ના 6.1 ટકાથી ઘટીને નાણાકીય વર્ષ 2020માં 4.2 ટકા થયો છે, જે 11 વર્ષોમાંનો સૌથી ધીમો વૃદ્ધિદર છે. ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) 22.8 ટકા, મેન્યુફેક્ચરિંગ 39.3 ટકા અને માઈનિંગ 23.3 ટકા ઘટ્યાં છે.    

gdp business news