ભારતીય શેર બજાર સર્વોચ્ચ સ્તરે; સેન્સેક્સ 57,100 તો નિફ્ટી 17,000 પાર

31 August, 2021 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બીએસઈ સેન્સેક્સ પ્રથમ વખત 57,100ને પાર કરી ગયો છે, તો નિફ્ટી 17,000ની સર્વોચ્ચ સપાટીને પાર કરી ગયો છે.

પ્રતિકાત્મક તસવીર

માર્કેટનો બેન્ચમાર્ક બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી 50 મંગળવારે રેકોર્ડ ઉચ્ચ સ્તર પર ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈ સેન્સેક્સ પ્રથમ વખત 57,100ને પાર કરી ગયો છે, તો નિફ્ટી 17,000ની સર્વોચ્ચ સપાટીને પાર કરી ગયો છે.

એચસીએલ ટેક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મા, ઇન્ફોસીસ, ટીસીએસ, ટાઇટન કંપની બીએસઈ પર ટોપ ગેનર્સ રહ્યા હતા જેને કારણે સેન્સેક્સમાં વધારો થયો હતો. M&M, L&T, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI), ઇન્ડસઇન્ડ બેન્ક, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) સેન્સેક્સમાં પાછળ રહ્યા હતા.

નિફ્ટી ઓટોને બાદ કરતા તમામ સેક્ટરલ ઈન્ડેક્સ પોઝિટિવ રેટ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બેન્ક નિફ્ટી 0.32 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી આઇટીમાં 1 ટકાનો વધારો થયો હતો.

નેશનલ સ્ટેટસ્ટીક ઓફિસ એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે 31 ઓગસ્ટ 2021ના ​​રોજ જીડીપી આંકડા જાહેર કરશે. આરબીઆઈ એમપીસીએ તેના 6 ઓગસ્ટ 2021ના ઠરાવમાં જણાવ્યું હતું કે તેની અપેક્ષા છે કે જૂન ક્વાર્ટરમાં જીડીપી 21.4 ટકાની વૃદ્ધિ કરશે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સ દ્વારા હાથ ધરવામાં આવેલા 41 અર્થશાસ્ત્રીઓના તાજેતરના મતદાનથી સંકેત મળે છે કે જૂન ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 20 ટકા વધશે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 24.4 ટકાના રેકોર્ડ સંકોચનની સરખામણીમાં છે.

business news Sensex Nifty national stock exchange bombay stock exchange