શરૂઆતના કારોબારમાં તેજી, ઈન્ડસઈન્ડ બેન્ક અને એક્સિસ બેન્કમાં અધિક તેજી

28 May, 2020 09:31 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

શરૂઆતના કારોબારમાં તેજી, ઈન્ડસઈન્ડ બેન્ક અને એક્સિસ બેન્કમાં અધિક તેજી

પ્રતીકાત્મક તસવીર

ભારતીય શૅર બજાર ગુરૂવારે વધારા સાથે ખુલ્યું છે અને શરૂઆતના કારોબારમાં પણ તેજી જોવા મળી રહી છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ ગુરૂવારે 222.58 અંકની તેજી સાથે 31,827.80 પર ખુલ્યું છે. ગુરૂવારે સવારે સાડા નવ વાગ્યે 0.70% અથવા 221.09 અંકના વધારા સાથે 31,826 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. ગુરૂવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શૅરોમાંથી 20 શૅર લીલા નિશાન પર અને 10 શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા હતા.

શરૂઆતના કારોબારમાં ગુરૂવારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ પણ વધારા સાથે ટ્રેન્ડ કરતા દેખાયા છે. ગુરૂવારે સવારે સાડા નવ વાગ્યે 0.73% અથવા 67.60 અંકના વધારા સાથે 9382.55 પર ટ્રેન્ડ કરતા દેખાયા હતા. આ સમયે 50 શૅરોવાળા નિફ્ટીના 35 લીલા નિશાન પર અને 13 શૅર લાલ નિશાન પર અને 2 પરિવર્તન વગર કારોબાર કરતા દેખાયા.

નિફ્ટીમાં શરૂઆતના કારોબારમાં સૌથી વધારે વધારે ONGCમાં 2.63%, ટાટા સ્ટીલમાં 2.45%, એલએન્ડટીમાં 2.83% એક્સિસ બેન્કમાં 2.71% અને ઈન્ડસઈન્ડ બેન્ક 2.67%નો જોવા મળ્યો છે. જ્યાં શરૂઆતના કારોબારમાં નિફ્ટી-50ના શૅરોમાં સૌથી વધારે ઘટાડો ITCમાં 1.35%, ઈન્ફોસિસમાં 1.27%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 1.12%x, વિપ્રોમાં 1.04% અને HCL Technologiesમાં 1.01% જોવા મળી છે.

bombay stock exchange national stock exchange sensex nifty business news