Share Market: સેન્સેક્સમાં 350 અંકોની તેજી, નિફ્ટી 12,200ની પાર બંધ

12 February, 2020 04:26 PM IST  |  Dalal Street Mumbai

Share Market: સેન્સેક્સમાં 350 અંકોની તેજી, નિફ્ટી 12,200ની પાર બંધ

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ

બુધવારે શૅર બજારમાં ભારે વધારા સાથે બંધ થયું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 349.76 અંકોના વધારે સાથે 41,565.90 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 93.30 અંકોના વધારા સાથે 12,201.20 પર બંધ થયું. નિફ્ટીના 50 શૅરોમાંથી 33 શૅર લીલા નિશાન પર અને 16 લાલ નિશાન પર અને 1 શૅર પરિવર્તન વગર બંધ થયા છે. શૅર બજાર આજે બુધવારે ભારે વધારા સાથે ખુલ્યું. સેન્સેક્સ આજે 114.71 અંકોના વધારા સાથે 41,330.85 પર ખુલ્યું. જ્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી આજે 43.10 અંકોના વધારા સાથે 12,151 પર ખુલ્યું. આજે દિવસભરના કારોબાર દરમ્યાન સેન્સેક્સ 41,671.86 અંકોના ઉચ્ચ સ્તર સુધી ગયા, જ્યા એક વાર ફરીથી 41,330.85 અંકોના ન્યૂનતમ સ્તર સુધી કારોબાર કરતા દેખાયા. 

bombay stock exchange national stock exchange sensex nifty business news