વેચવાલીથી શૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 640 અંક તૂટ્યું

17 September, 2019 04:38 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

વેચવાલીથી શૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 640 અંક તૂટ્યું

વેચવાલીથી શૅર બજારમાં ભારે ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં વધારો અને રૂપિયો કમજોર થવાના કારણે ભારે વેચવાલીના લીધે બીએસઈના મંગળવારે 642.22 અંક સુધી ઘટ્યા. જ્યાં એનએસઈ નિફ્ટી પણ 185.90 અંક તૂટીને 10,900 અંકની નીચે આવી ગયા છે.

બીએસઈ સેન્સેક્સ 642.22 અંકના ઘટાડા સાથે 36,481.09 અંક પર બંધ થયા. જ્યારે એનએસઈ નિફ્ટી 10,817.60 અંક પર બંધ થયા.

બજારો નિષ્ણાંતોના મુજબ સાઉદી અરબની બે ઑયલ ફેસિલિટી પર ડ્રોનનો હુમલો થયા બાદ મિડલ ઈસ્ટમાં પેદા થયેલા તણાવના લીધે શૅર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો.

આ ડ્રોન હુમલાના કારણે સાઉદી અરબના તેલ ઉત્પાદનમાં 50 ટકા અને વૈશ્વિક સ્તર પર તેલના સપ્લાયમાં પાંચ ટકાની કમી આવી ગઈ છે.

ઑયલ માર્કેટિંગ કંપનીઓ બીપીસીએલ, ઈન્ડિયન ઑયલ અને એચપીસીએલમાં 2.5થી 4 ટકા સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. પીયૂષ ગોયલે આજે કહ્યું કે સરકાર સાર્વજનિક ટ્રેડિંગ કંપનીઓને બંધ કરી દેશે. આ સમાચાર બાદ MMTCમાં 17 ટકા અને સ્ટેટ ટ્રેડિંગ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયાના શૅરોમાં 20 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

બીએસઈ સેન્સેક્સના 30માંથી 27 કંપનીઓના શૅર લાલ નિશાન સાથે બંધ થયા. હીરો મોટોકૉર્પ, ટાટા મોટર્સ, એક્સિસ બેનક, ટાટા સ્ટીલ સહિત પ્રમુખ ઑટો, ફાઈનાન્સ અને આઈટી કંપનીઓના શૅરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો. જોકે હિન્દુસ્તાન યૂનિલીવર, એશિયન પેન્ટ્સ અથવા ઈન્ફોસિસના શૅર લીલા નિશાન સાથે બંધ થયા.

સેન્સેક્સ કાલે 37,123.31 અંક પર બંધ થયું. આજે સેન્સેક્સ 37,169.46 અંકના વધારા સાથે ખુલ્યું પરંતુ થોડા સમય બાદ જ એમાં ઘટાડોનો સિલસિલો શરૂ થયો અને એક સમયમાં બજાર 36,419.09 અંક સુધી તૂટી ગયું.

જ્યાં એનએસઈ નિફ્ટીની વાત કરીએ તો 44 કંપનીઓના શૅર ઘટાડા સાથે બંધ થયા જ્યારે ગેલ, ટાઈટન, હિન્દુસ્તાન યૂનિલીવર, એશિયન પેન્ટસ, ડૉ રેડ્ડીઝ અને ઈન્ફોસિસના શૅર જ લીલા નિશાનમાં બંધ થયા.

bombay stock exchange national stock exchange sensex nifty business news