ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 101 અંક તૂટીને 49000 પર

12 January, 2021 09:45 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 101 અંક તૂટીને 49000 પર

બીએસઈ

મંગળવારે શૅર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ સેન્સેક્સ ઈન્ડેક્સ 101.75 અંક તૂટીને 49,167.57ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 26.80 અંક ઘટીને 14,458ના સ્તર પર ખુલ્યું છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસે શૅર બજાર નવી વિક્રમ ઉંચાઈ સાથે બંધ થયું છે. સેન્સેક્સ 486.81 અંકના વધારા સાથે 49,269.32 અંકના સ્તર પર અને નિફ્ટી 137.50 અંકોની તેજી સાથે 14,484.80 અંકના સ્તર પર બંધ થયું હતું. સોમવારે ઘરેલૂ શૅર બજારોમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી અને ટાટા મોટર્સ, ઈન્ફોસિસ, એચડીએફસી, એચસીએલ ટેક, ટીસીએસ જેવી કંપનીઓના શૅરોમાં તેજીનું વલણ રહ્યું હતું. ઈન્ટ્રાડેમાં સેન્સેક્સે પહેલીવાર 49300નો આંકડો વટાવી ગયો છે.

આજના પ્રમુખ શૅરોની વાત કરીએ તો શરૂઆતના કારોબાર દરમિયાન આઈટીસી, ટાટા મોટર્સ, ડૉ રેડ્ડીઝ અને ગેલના શૅર લીલા નિશાન પર ખુલ્યા છે. તેમ જ પાવર ગ્રિડ, એચસીએલ ટેક, હિન્ડાલ્કો, ઈન્ડસઈન્ડ બેન્કના શૅર લાલ નિશાન પર ખુલ્યા હતા. સેક્યોરિયલ ઈન્ડેક્સમાં આજે ફાર્મા, મીડિયા અને એફએમસીજી ઉપરાંત બધા સેક્ટર્સ લીલા નિશાન પર ખુલ્યા છે. છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 329.33 અંક વધીને 49,111.84ના સ્તર પર ખુલ્યું હતું. તેમ જ નિફ્ટી 83.90 અંક ઉપર 14,431.20ના સ્તર ખુલ્યું હતું.

છેલ્લા કારોબારી દિવસે વિદેશમાં ડૉલરમાં તેજી પાછી ફર્યા બાદ સોમવારે રૂપિયો 16 પૈસા ઘટીને 73.40 રૂપિયા પ્રતિ ડૉલર પર બંધ થયું હતું. કાલે રૂપિયો 73.47 રૂપિયા પ્રતિ ડૉલર પર ખુલ્યો અને સત્ર દરમિયાન 73.37 રૂપિયા દિવસના ઉચ્ચતમ સ્તર અને 73.50 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. અંતે આ 16 પૈસા ઘટીને 73.40 રૂપિયા પ્રતિ ડૉલર પર બંધ થયો. આની પહેલા શુક્રવારે રૂપિયો 73.24 રૂપિયા પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારમાં ક્રૂડનું ધોરણ માનવામાં આવતા બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદા 1.57 ટકા ઘટીને 55.11 ડૉલર પ્રતિ બેરલ રહ્યું. એક્સચેન્જના પ્રારંભિક ડેટા અનુસાર વિદેશી સંસ્થાગત પૂંજી બજારમાં ચોખ્ખા ખરીદદારો રહ્યા, જેમણે અગાઉ સપ્તાહના અંતમાં શુક્રવારે 6,029.83 કરોડ રૂપિયાના શૅરોની ખરીદી કરી.

bombay stock exchange national stock exchange business news sensex nifty