રૂપિયો ડૉલર સામે સાત પૈસા નબળો પડ્યો

26 May, 2023 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રૂડ તેલના ભાવ આજે ૧.૪૭ ટકા ઘટ્યા હતા. અમેરિકન ડૉલર આજે ૧૦ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને ૧૦૪ની સપાટી વટાવી હોવાથી રૂપિયામાં નેગેટિવ ટ્રેન્ડ જોવાયો હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારતીય રૂપિયો ડૉલર સામે સાત પૈસા નબળો પડ્યો હતો. અમેરિકન ડૉલરમાં અન્ય કરન્સી સામે મજબૂતાઈ હોવાથી રૂપિયો તૂટ્યો હતો. ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૭૬ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૭૮ની લો જોયા બાદ છેલ્લે ૮૨.૭૫ પર બંધ રહ્યો હતો, જે આગલા બંધ કરતાં સાત પૈસાનો ઘટાડો બતાવે છે. આગલા દિવસે રૂપિયો ૮૨.૬૮ પર બંધ રહ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ ૦.૧૩ ટકા વધીને ૧૦૪.૦૨ હતો. ક્રૂડ તેલના ભાવ આજે ૧.૪૭ ટકા ઘટ્યા હતા. અમેરિકન ડૉલર આજે ૧૦ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને ૧૦૪ની સપાટી વટાવી હોવાથી રૂપિયામાં નેગેટિવ ટ્રેન્ડ જોવાયો હતો. રૂપિયાને હાલ માત્ર એફઆઇઆઇ એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો નીચલા લેવલથી ટેકો મળી રહ્યો છે.

business news indian rupee