રેલવેએ બનાવ્યું સૌથી વધુ ઝડપ ધરાવતું એન્જિન,રેલમંત્રીએ શેર કર્યો વીડિયો

15 August, 2019 05:20 PM IST  |  નવી દિલ્હી

રેલવેએ બનાવ્યું સૌથી વધુ ઝડપ ધરાવતું એન્જિન,રેલમંત્રીએ શેર કર્યો વીડિયો

રેલવેએ બનાવ્યું સૌથી વધુ ઝડપ ધરાવતું એન્જિન


ભારતીય રેલવેએ કરોડા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા માળખામાં સતત ફેરફાર કરી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત શરૂ કરવામાં આવી. જેના કેટલાક દિવસો પહેલા જ રેલવેએ દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રૂટ પર 160 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલતી ટ્રેનોને મંજૂરી આપી દીધી છે. અને આ જ કડીમાં ભારતીય રેલવેએ હવે 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતું એન્જિન તૈયાર કર્યું છે.


પ્રીમિયમ ટ્રેનોની સ્પીડ વધશે
હાઈ સ્પીડ લોકોમોટિવ એન્જિન તૈયાર થતા જ રાજધાની અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોની ઝડપ વધશે અને મુસાફરીમાં ઓછો સમય લાગશે. આ એન્જિન દેશમાં જ બનાવવામાં આવ્યું છે. સરકારે જણાવ્યું કે આ એન્જિનને પશ્ચિમ બંગાળમાં આવેલી ચિતરંજન લોકોમોટિવ વર્ક્સ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે. રેલવે મંત્રાલયે જણાવ્યુંકે નવા લોકોમોટિવ એન્જિનથી રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનો વધુ ઝડપથી ચાલશે.

મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બન્યું એન્જિન
રેલ મંત્રી પિયૂષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું કે આ લોકોમેટિવ એન્જિનને મેક ઈન ઈન્ડિયા અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. ચિતરંજન લોકોમોટિવ વર્ક્સે તેને માર્ચ 2019માં જ તૈયાર કર્યું હતું. તેને છ મહિના બાદ હવે ટાસ્ક સોંપવામાં આવ્યું છે. એન્જિન વિશે જાણકારી આપતા રેલ મંત્રીએ તેનો વીડિયો પણ શેર કર્યો છે.

દેશભરમાં ટ્રેનની ઝડપ વધારવા પર કામ
આ હાઈ સ્પીડ એન્જિનને સરકારના એ મિશન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સરકાર દેશમાં ટ્રેનની સ્પીડ વધારવા પર કામ કરી રહી છે. મિશન રફ્તાર અંતર્ગત રેલવે તરફથી દેશભરની ટ્રેનની સરેરાશ ગતિ વધારવા પર કામ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે હાલ શતાબ્દીની મહત્તમ સ્પીડ 155 કિમી પ્રતિ કલાક છે. આ એન્જિનના આવવાથી સ્પીડમાં વધારો થઈ શકશે.

દિલ્હી મુંબઈ અને દિલ્હી હાવડા રૂટ પર 160 કિમી પ્રતિ કલાકની ગતિથી ટ્રેનના સંચાલનને મંજૂરી મળ્યા બાદ માલ ગાડીઓની સ્પીડ ડબલ થશે જ્યારે ટ્રેનની સ્પીડમાં 60 ટકાનો ફેર પડશે.

indian railways piyush goyal