ભારતનો ગ્રોથરેટ ઘટીને સાત ટકા કરતાં પણ નીચે જવાની શક્યતા

22 December, 2011 09:07 AM IST  | 

ભારતનો ગ્રોથરેટ ઘટીને સાત ટકા કરતાં પણ નીચે જવાની શક્યતા

 

આગલા વર્ષે ગ્રોથરેટ ૮.૫૦ ટકા હતો. મૂડીઝના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગ્લોબલ લેવલે ફન્ડિંગની અચોક્કસ સ્થિતિ, ઊંચા વ્યાજદર તેમ જ પૉલિસી ઇનિશ્યેટિવના અભાવને કારણે ગ્રોથમાં ઘટાડો થશે. સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટની વર્તમાન સ્થિતિના સર્પોટને કારણે મધ્યમ ગાળામાં ગ્રોથ રિવાઇવ થશે. ફુગાવામાં ઘટાડો થશે અને મૉનિટરી પૉલિસી હળવી થશે ત્યાર બાદ ૨૦૧૨-’૧૩માં ગ્રોથરેટમાં ફરીથી વધારો થવાની અપેક્ષા છે. મૂડીઝે ઇન્ડિયન ગવર્નમેન્ટ બૉન્ડ્સનું રેટિંગ સ્પેક્યુલેટિવ ગ્રેડથી અપગ્રેડ કરીને ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડનું કર્યું છે.

બ્રિટનનું રેટિંગ ભવિષ્યમાં ડાઉનગ્રેડ થવાની શક્યતા

અગ્રણી ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે બ્રિટનનું રેટિંગ ભવિષ્યમાં ડાઉનગ્રેડ કરવાની ચેતવણી આપી છે. મૂડીઝે બ્રિટનને જણાવ્યું છે કે એનું વર્તમાન ટ્રિપલ ખ્ખ્ખ્ રેટિંગ અત્યારે સેફ છે, પરંતુ ભવિષ્યના ઇકૉનૉમિક શૉક્સને કારણે આ રેટિંગ જળવાશે નહીં. પ્રવર્તમાન યુરો ક્રાઇસિસ અને વધી રહેલા પબ્લિક ડેટને કારણે ભવિષ્યમાં બ્રિટનનું રેટિંગ ડાઉનગ્રેડ થવાની શક્યતા છે.