કોરોનાના પ્રકોપની ભારતીય અર્થવ્યવસ્થા પર કોઇ અસર નહીં: ચીન

20 March, 2020 05:12 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કોરોનાના પ્રકોપની ભારતીય અર્થવ્યવસ્થા પર કોઇ અસર નહીં: ચીન

કોરોનાના પ્રકોપથી જ્યાં વિશ્વના અનેક દેશોની આર્થિક સ્થિતિ નબળી પડવા લાગી છે, ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા આના પ્રભાવથી સંપૂર્ણપણે મુક્ત છે. આ મહામારીને કારણે સૌથી વધારે પ્રભાવિત ચીન છે. જ્યાં ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ આશ્ચર્યની સાથે-સાથે ચર્ચાનો વિષય બની છે.

ચીનના સરકારી અખબારે ગુરુવારે લખ્યું, 'વિશ્વની બીજી સૌથી વધારે જનસંખ્યાવાળા દેશ ભારત જ્યાં 130 કરોડ લોકો રહે છે ત્યાં મંગળવાર સુધી ફક્ત 130 લોકો કોરોના વાયરસની ચપેટમાં આવ્યા અને ફક્ત ત્રણના મોત થયા. ખાસકરીને ત્યારે જ્યારે વિશ્વમાં આ મહામારી ઝડપછી ફેલાઇ રહી છે અને તે વિશ્વના સૌથી પ્રભાવિત દેશના એકદમ નજીક છે.'

ગ્લોબલ ટાઇમ્સે કહ્યું, "આ સમયે કોરોના વાયરસને કારણે વિશ્વની અર્થવ્યવસ્થામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પણ ભારતની અર્થવ્યવસ્થા આનાથી સંપૂર્ણપણે અપ્રભાવિત છે."

લેખમાં કહેવામાં આવ્યું છે કે એવા સમયમાં જ્યારે કોરોના વાયરસને કારણે વિશ્વમાં હજારો લોકોના મૃત્યુ થઈ ગયા છે અને લાખો લોકોના જીવને ખતરો છે, ભારત આશાઓ જગાવે છે. તેણે લખ્યું, "આનો અર્થ એ નથી કે ભારતને સ્વાસ્થ્ય કે અર્થવ્યવસ્થાને ખતરો નથી."

national news business news