15 June, 2023 03:15 PM IST | Mumbai | Rajendra Bhatia
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આફ્રિકામાં ૧૩૦થી ૧૭૬ અબજ ડૉલરનું વાર્ષિક રોકાણ જોઈ રહી છે, એમ અફકોન્સના મૅનેજિંગ ડિરેક્ટર એસ. પરમસિવને જણાવ્યું હતું. ભારત-આફ્રિકા ગ્રોથ પાર્ટનરશિપ પર ૧૮મી સીઆઇઆઇ-ઍક્સિમ બૅન્ક કોન્ક્લેવને સંબોધતાં પરમસિવને ધ્યાન દોર્યું કે આફ્રિકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ૬૦થી ૧૬૦ અબજ ડૉલરના ભંડોળની ખોટ છે અને બહુવિધ ક્ષેત્રોમાં વધુ રોકાણ માટે અવકાશ છે. તેમણે વધુમાં કહ્યું કે આપણામાંથી મોટા ભાગના લોકો નોંધવામાં નિષ્ફળ ગયા, છેલ્લા એક દાયકામાં વ્યાવહારિક રીતે આફ્રિકામાં દર વર્ષે સરેરાશ ૮૦ અબજ ડૉલરનું સતત રોકાણ થયું હતું, જેને હું ખૂબ જ નોંધપાત્ર ગણું છું. તેમણે નિર્દેશ કર્યો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લગભગ ૪૭ ટકા રોકાણ દક્ષિણ અને પૂર્વ આફ્રિકા વચ્ચે થયું છે, જ્યારે લગભગ ૪૪ ટકા રોકાણ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકામાં થયું છે. લગભગ આઠ ટકા રોકાણ મધ્ય આફ્રિકામાં કરવામાં આવ્યું હતું, એમ તેમણે ઉમેર્યું હતું.
જો તમે સેક્ટરલ ડિસ્ટ્રિબ્યુશન (રોકાણ) પર નજર નાખો છો તો ઊર્જા ટોચ પર આવે છે. પછી પરિવહન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે છે. ત્રીજું (પોઝિશન) વૉટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય માટે છે. પાછલા દાયકામાં રોકાણની પૅટર્ન આ રીતે બની હતી એમ પરમસિવને જણાવ્યું હતું.