વર્લ્ડ બૅન્કના ચીફ ભારત પર ઓળઘોળ

01 July, 2016 03:50 AM IST  | 

વર્લ્ડ બૅન્કના ચીફ ભારત પર ઓળઘોળ



ભલે ચીન સહિત સમગ્ર દુનિયામાં મંદીનું વાતાવરણ હોય, પરંતુ ભારત ઝળહળે છે. વર્લ્ડ બૅન્કના પ્રેસિડન્ટ જિન યોન્ગ કિમે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમ્યાન કહ્યું કે ભારતે ગયા વર્ષમાં જોરદાર સફળતા હાંસલ કરી છે અને એક ઉજ્જ્વળ દેશ તરીકે આગળ આવ્યો છે. જિમ યોન્ગ કિમે ગઈ કાલે નાણાપ્રધાન અરુણ જેટલી સાથે પણ મુલાકાત કરી હતી.

મૂળ સાઉથ કોરિયાના જિમ યોન્ગ કિમે કહ્યું હતું કે ‘જે રીતે ભારતે પ્રગતિ કરી છે એથી હું આશ્ચર્યચકિત છું. ભારત અમારું મહત્વપૂર્ણ ભાગીદાર બની ગયું છે. ગ્લોબલ ઇકૉનૉમીમાં ભારત એક ઝળહળતું બિન્દુ છે. મને આ જાણી અત્યંત ખુશી થઈ છે કે ભારતે પ્રાથમિકતાવાળાં છ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમે અઘરાં લક્ષ્યો નક્કી કયાર઼્ છે. આ ઘણું મહત્વપૂર્ણ છે.’

ત્યાર બાદ વર્લ્ડ બૅન્કના પ્રમુખનું આ નિવેદન ટ્વિટર પર ફરી રહ્યું છે. વર્લ્ડ બૅન્કના પ્રેસિડન્ટે ઉમેર્યું હતું કે ‘જો ભારત જેવો ભાગીદાર લાંબા સમય સુધી અમારી સાથે રહે તો અમને ખુશી થશે. અમે આપેલી લોનની રકમ છેલ્લાં બે વર્ષમાં અનઅપેક્ષિત રીતે વધી પાંચ લાખ અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે. આગામી વષોર્માં આ રકમમાં વધારો થશે.’