ભારત ઊર્જા ક્ષેત્રે ૨૦૪૭ સુધીમાં સ્વતંત્રતા હાંસલ કરી શકે : અમેરિકાનો અભ્યાસ

21 March, 2023 05:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્વતંત્રતાનાં સો વર્ષની ઉજવણી સમયે ભારત આત્મનિર્ભર બનશે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ એનર્જી લૉરેન્સ બર્કલે નૅશનલ લૅબોરેટરીના અભ્યાસ મુજબ ભારત ૨૦૪૭ સુધીમાં ઊર્જા સ્વતંત્રતા હાંસલ કરી શકે છે, જ્યારે એ સ્વતંત્રતાનાં સો વર્ષની ઉજવણી કરી રહ્યું છે.

‘પાથવેઝ ટુ આત્મનિર્ભર ભારત’ શીર્ષકવાળા અભ્યાસમાં એ પણ નોંધ્યું છે કે આગામી દાયકાઓમાં ભારતના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ૩ ટ્રિલ્યન ડૉલરના રોકાણની જરૂર છે.

ઊર્જા સ્વતંત્રતા હાંસલ કરવાથી ભારત માટે નોંધપાત્ર આર્થિક, પર્યાવરણીય અને ઊર્જા-લાભો પેદા થશે, જેમાં ૨૦૪૭ સુધી ૨.૫ ટ્રિલ્યન ડૉલરના ગ્રાહક-બચતનો સમાવેશ થાય છે, અશ્મિભૂત ઈંધણના આયાત-ખર્ચમાં ૯૦ ટકા અથવા ૨૪૦ અબજ ડૉલરના પ્રતિ વર્ષ ખર્ચને ઘટાડીને વૈશ્વિક સ્તરે ભારતની ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા વધારશે અને નિર્ધારિત સમય પહેલાં એની ઝીરો એમિશન્સ પ્રતિબદ્ધતાને સક્ષમ બનશે.

ભારતના ઊર્જા માળખામાં આગામી દાયકાઓમાં ૩ ટ્રિલ્યન ડૉલરના રોકાણની જરૂર છે અને અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નવી ઊર્જા અસ્કયામતોને પ્રાધાન્ય આપવું કે જે ખર્ચ-અસરકારક અને સ્વચ્છ હોય એ લાંબા ગાળાની નાણાકીય ટકાઉપણું માટે નિર્ણાયક છે એમ બર્કલે લૅબ સ્ટાફના વૈજ્ઞાનિક અને સહ-લેખક અમોલે જણાવ્યું હતું.

business news united states of america