માર્કેટ કૅપ મુજબ વિશ્વની ટૉપ ૧૦ બૅન્કમાં ભારતની HDFC બૅન્કનો નંબર આઠમો

29 June, 2024 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માર્કેટ કૅપિટલાઇઝેશન મુજબ ૨૦૨૪ની ટૉપ ૧૦ મલ્ટિનૅશનલ બૅન્કોની યાદી જાહેર કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ કૅપિટલાઇઝેશન મુજબ ૨૦૨૪ની ટૉપ ૧૦ મલ્ટિનૅશનલ બૅન્કોની યાદી જાહેર કરવામાં આવી છે. આ બૅન્કો આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રણાલીની કરોડરજ્જુ છે જે વેપારને સરળ બનાવે છે, બિઝનેસ લોન આપે છે અને વિશ્વભરના લાખો ગ્રાહકોને નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. ૨૦૨૪ની ૨૮ જૂનના ડેટા મુજબ અમેરિકાની JP મૉર્ગન ચેસ ૫૭૧.૯૫ અબજ ડૉલરની માર્કેટ કૅપ સાથે ટોચ પર છે. એ પછી અનુક્રમે બૅન્ક ઑફ અમેરિકા, ચીનની ICBC અને ઍગ્રિકલ્ચરલ બૅન્ક ઑફ ચાઇના, અમેરિકાની વેલ્સ ફાર્ગોનું નામ આવે છે. ૬ઠ્ઠા અને સાતમા ક્રમે ચીનની બે બૅન્ક ચાઇના કન્સ્ટ્રક્શન બૅન્ક અને બૅન્ક ઑફ ચાઇના છે. ભારતની સૌથી મોટી HDFC બૅન્ક ૧૬૪.૫૧ અબજ ડૉલર માર્કેટ કૅપ સાથે આઠમા ક્રમે આવે છે. ગયા મહિને HDFC બૅન્કના સ્ટૉકમાં ૧૩ ટકાનો વધારો થયા બાદ એની માર્કેટ કૅપમાં વધારો થયો હતો. ઇંગ્લૅન્ડની HSBC નવમા અને અમેરિકાની મૉર્ગન સ્ટૅન્લી દસમા ક્રમે છે.

business news