ભારતના શૅરબજારે ટ્રિલિયન ડૉલરનું સ્ટેટસ ગુમાવ્યું

21 December, 2011 10:17 AM IST  | 

ભારતના શૅરબજારે ટ્રિલિયન ડૉલરનું સ્ટેટસ ગુમાવ્યું

 

છેલ્લા કેટલાક દિવસોમાં વૅલ્યુએશન ટ્રિલિયન ડૉલર કરતાં થોડુંક જ વધારે રહેતું હતું, પરંતુ ગઈ કાલે સેન્સેક્સમાં વધુ ઘટાડો થવાથી તેમ જ રૂપિયાના મૂલ્યમાં પણ ઘટાડો ચાલુ રહેવાથી બજારે ટ્રિલિયન ડૉલરનો દરજ્જો ગુમાવ્યો હતો. ગઈ કાલે લિસ્ટેડ સ્ટૉકનું કુલ વૅલ્યુએશન ૫૨,૬૦,૪૪૦.૭૮ કરોડ રૂપિયા રહ્યું હતું, જે સોમવારે ૫૩,૪૮,૩૫૨.૦૨ કરોડ રૂપિયા હતું. ડૉલરની દૃષ્ટિએ મૂલ્ય ૧,૦૧૧૬ ટ્રિલિયનથી ઘટીને ૯૯૪.૯૭ બિલ્યન ડૉલર જેટલું થયું હતું. ટ્રિલિયન ડૉલર સ્ટૉક માર્કેટ ક્લબમાં હવે ૧૩ દેશો છે; એમાં અમેરિકા, બ્રિટન, કૅનેડા, બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા, હૉન્ગકૉન્ગ, સાઉથ કોરિયા, ચીન, જપાન, સ્પેન, જર્મની, સ્વિટ્ઝરલૅન્ડ અને ફ્રાન્સનો સમાવેશ છે.