આવકવેરા રિટર્નમાં ખોટી જાણકારી આપનારને 200 ટકાનો દંડ ફટકારાશે

25 July, 2019 12:24 PM IST  |  નવી દિલ્હી

આવકવેરા રિટર્નમાં ખોટી જાણકારી આપનારને 200 ટકાનો દંડ ફટકારાશે

ઈનકમ ટેક્સ

આવકવેરા વિભાગ આ વર્ષે પહેલાંના વર્ષોની સરખામણીએ વધુ બારિકાઈથી રિટર્નની સ્ક્રૂટીની કરશે. ઘરભાડાની રસીદ અને અન્ય કરછૂટ વિકલ્પો હેઠળ ખોટી જાણકારી આપવા પર નોટિસ ફટકારવામાં આવશે. રિટર્નમાં નકલી જાણકારી આપનારા લોકોને ૨૦૦ ટકા સુધીનો દંડ ફટકારવાની આકરી જોગવાઈ કરવામાં આવી છે. હાલ આવકવેરા ચોરીના મામલામાં દંડ તરીકે રકમના ૫૦ ટકાથી લઈને ૨૦૦ ટકા સુધીની જોગવાઈ છે. આવામાં જાણી જોઈને કરવામાં આવેલી ચોરીના મામલામાં વિભાગ વધુમાં વધુ દંડ વસૂલવાની તૈયારીમાં છે. આવકવેરા વિભાગ આ વખત ટેક્નિકનો ઉપયોગ કરીને લોકોની આવક અને ખર્ચ જેવી વિગતોની મેળવણી બારિકાઈથી કરશે. ફોર્મ-૧૬નું આવકવેરા રિટર્ન ઈલેક્ટ્રોનિક રીતે મેળવવામાં આવશે. બૅન્ક લેવડ-દેવડ અને અન્ય સ્રોતોથી કરવામાં આવેલા ખર્ચની પણ ટેક્નિકલી ખરાઈ કરાશે. તેનાથી ઘરનું ભાડું, ટયુશન ફી, ટૅક્સી અને મેડિકલ જેવા બિલની તપાસ પણ સરળતાથી થશે.

આ પણ વાંચો : આજે GST કાઉન્સિલની 36મી બેઠક, સ્કૂટરના દરમાં ઘટાડો થઈ શકે

ધંધાર્થીઓને કારોબાર સાથે સંબંધિત ખર્ચ અને ઑફિસ સ્ટેશનરી પર ટૅક્સ છૂટ આપવામાં આવે છે. વિભાગને આશંકા છે કે આ ટૅક્સ છૂટ હાંસલ કરવા માટે અમુક લોકો ગેરરીતિ આચરે છે અને ખોટા બિલ રજૂ કરે છે. આ માટે સ્ક્રૂટીનીમાં વધુ સતર્કતા રાખવામાં આવશે. આ વર્ષે શંકાસ્પદ આવકવેરા રિટર્નની તપાસ બિગ ડેટા એનાલિટિક્સ સિસ્ટમ દ્વારા પણ કરવામાં આવશે.

income tax department business news