1 એપ્રિલ પહેલા ન કર્યું આ કામ તો પૅન કાર્ડ થશે રદ

29 January, 2019 12:16 PM IST  | 

1 એપ્રિલ પહેલા ન કર્યું આ કામ તો પૅન કાર્ડ થશે રદ

ફાઈલ ફોટો

આધાર કાર્ડ લિંક ન કરવા પર ઈન્કમ ટેક્સની કલમ 139 A અંતર્ગત તમારું પૅન કાર્ડ રદ ગણાશે. સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા પૅન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા વધારીને 31 માર્ચ 2019 સુધી કરાઈ છે. એટલે એક એપ્રિલ પહેલા આધાર લિંક કરવું જરૂરી છે.

પૅન કાર્ડ રદ થવા પર શું થશે ?

નિષ્ણાંતોના મતે જો તમે પૅન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમે ઑનલાઈન ITR ફાઈલ કરી નહીં શકો.

કેવી રીતે લિંક કરશો આધાર ?

  1. આધાર કાર્ડને લિંક કરવા માટે ઈન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ(WWW.Incometaxindiaefilling.gov.in) પર જઈને તમારું એકાઉન્ટ બનાવો આ માટે રજિસ્ટ્રેશન જરૂરી છે.
  2. લોગ ઈન કરતાની સાથે જ એક પેજ ઑપન થશે. જેમાં ઉપર દેખાતી બ્લૂ સ્ટ્રિપમાં સેટિંગ મેનુમાં જાવ. પ્રોફાઇલ સેટિંગમં જઈને આધાર કાર્ડ લિંક કરવાનો ઑપ્શન પસંદ કરો.
  3. આ ઑપ્શન સિલેક્ટ કરી અહીંયા આપેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરો. માહિતી ભર્યા બાદ નીચે દેખાતા લિંક ઑપ્શન પર ક્લિક કરો.
  4. આ કામ તમે મોબાઈલથી પણ કરી શકો છો. તમે SMS સર્વિસનો ઉપયોગ કરીને પણ આધાર કાર્ડને પૅન કાર્ડ સાથે લિંક કરી શકો છો. 
  5. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જણાવાયું છે કે 566778 અથવા 56161 પર એસએમએસ કરીને તમે આધારને પાન સાથે લિંક કરાવી શકો છો.
 
આ પણ વાંચો : બજેટમાં વેપારીઓ માટે સુવિધાઓનું પૅકૅજ જાહેર કરો: CAIT
news Aadhar