ICICI-Videocon બેંક લોન મામલો, પૂછપરછ માટે ED સામે હાજર થયા ચંદા કોચર

13 May, 2019 02:05 PM IST  |  નવી દિલ્હી

ICICI-Videocon બેંક લોન મામલો, પૂછપરછ માટે ED સામે હાજર થયા ચંદા કોચર

તસવીર સૌજન્યઃ ANI

CICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર સોમવારે બેંક લોનના મામલામાં પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થયા. આધિકારીક સૂત્રોના અનુસાર ચંદા કોચર EDના ખાન માર્કેટમાં આવેલા કાર્યાલયમાં નક્કી કરેલી સમય સવારના 11 વાગ્યા પહેલા પહોંચી ગઈ.


સૂત્રોના પ્રમાણે ચંદા કોચર તપાસ કરનાર અધિકારીઓની સહાય કરે તે જરૂર છે જેથી આ મામલાની તપાસને આગળ વધારી શકાય અને તેમનું નિવેદન PMLA અંતર્ગત લેવામાં આવશે. ચંદા કોચરના પતિ દીપક કોચરને પણ આ મામલે નોટિસ આપવામાં આવી છે. દીપક કોચરના ભાઈ રાજીવ કોચનરના પણ ઈડીએ કેટલાક દિવસો પહેલા પૂછપરછ કરી હતી. એક માર્ચે કેન્દ્રીય એજન્સીએ આ મામલે દરોડા પાડ્યા હતા અને તે બાદ મુંબઈમાં એજન્સીના કાર્યાલયમાં પણ આ લોકોની પૂછપરછ કરવામાં આવી ચુકી છે.

આ પણ વાંચોઃ ICICI બૅન્કે MCLRમાં પાંચ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો

મુંબઈ અને ઔરંગાબાદમાં વીડિયોકૉન ગ્રુપના ચંદા કોચર, તેમના પરિવાર અને વેણુગોપાલ ધૂતના ઠેકાણાઓ પર તપાસ કરવામાં આવી હતી. ઈડીએ આ વર્ષની સરૂઆતમાં ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને અન્ય લોકોની સામે ICICI દ્વારા વીડિયોકોન ગ્રુપને 1, 875 કરોડ રૂપિયાના ઋણને મંજૂરી આપવાના મામલામાં કથિત અનિયમિતતા અને ભ્રષ્ટાચારની તપાસ માટે PMLA અંતર્ગત આપરાધિક મામલો દાખલ કર્યો હતો. ઈડીની આ કાર્રવાઈ સીબીઆઈની FIR પર આધારિત હતી.

icici bank