ICICI સિક્યોરિટીઝ હવે કરશે રેલિગેરનાં હેલ્થ વીમા ઉત્પાદનોનું વિતરણ

01 May, 2019 05:47 PM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

ICICI સિક્યોરિટીઝ હવે કરશે રેલિગેરનાં હેલ્થ વીમા ઉત્પાદનોનું વિતરણ

ICICI સિક્યોરિટીઝ હવે કરશે રેલિગેરનાં હેલ્થ વીમા ઉત્પાદનોનું વિતરણ

દેશભરમાં 200થી વધારે રિટેઈલ આઉટલેટ ધરાવતી અગ્રણી હેલ્થ વીમા કંપની રેલિગેર હેલ્થ ઈન્સ્યોરન્સ સાથે ICICI સિક્યોરિટીઝએ જોડાણ કર્યું છે. રેલિગેર આ I-Secનાં પ્લેટફોર્મ પર ઉમેરાયેલી ત્રીજી હેલ્થ વીમાકંપની બનશે અને પહેલી સંપૂર્ણ હેલ્થ વીમાકંપની છે.

આ જોડાણ પર આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝનાં પ્રોડક્ટ્સ એડવાઇઝરી ગ્રૂપનાં સીનિયર વીપી શ્રી હરિહરને કહ્યું હતું કે, “અમે અમારાં ક્લાયન્ટ માટે રોકાણ વધારવા અને સુરક્ષાકવચ પ્રદાન કરતાં ઉત્પાદનો આપવા સતત પ્રયાસરત છીએ. અમને ખુશી છે કે, અમે રેલિગેર હેલ્થ ઇન્સ્યોરન્સને અમારાં પ્લેટફોર્મ પર લીધી છે અને અમને ખાતરી છે કે, અમારાં 4.4 મિલિયન ગ્રાહકો હેલ્થ વીમાપોલિસી ખરીદવાનો વિચાર કરશે, ત્યારે તેમનાં માટે આ ઉપયોગી પુરવાર થશે.”

રેલિગેર હેલ્થ ઇન્સ્યોરન્સનાં એમડી અને સીઇઓ શ્રી અનુજ ગુલાટીએ કહ્યું હતું કે, “અમે અમારાં ગ્રાહકોને સતત નાણાં સામે મૂલ્ય, નવીન હેલ્થ વીમા સોલ્યુશન અને ગુણવત્તાયુક્ત સેવા પ્રદાન કરવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ. અમે આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ સાથે આ જોડાણમાંથી પ્રચૂર સંભવિતતા જોઈએ છીએ અને તેમનાં ગ્રાહકો માટે પસંદગીની હેલ્થ વીમાકંપની બનવા આતુર છીએ.”

ભારતમાં વીમા ઉદ્યોગનું કદ આશરે વર્ષે રૂ. 50,000 કરોડનું થયું છે, ત્યારે હેલ્થ વીમાની પહોંચ 10 ટકાથી ઓછી છે. જોકે જાગૃતિમાં વધારો અને સ્પેશ્યલાઇઝ હેલ્થ વીમાકંપનીઓનાં પ્રવેશ જેવા વિવિધ પરિબળોને કારણે આ ક્ષેત્રમાં છેલ્લાં 10 વર્ષમાં 20 ટકા સીએજીઆરનાં દરે વધારો થયો છે.

આ પણ વાંચોઃ અમદાવાદ, વડોદરા, સુરત સહિત દેશભરમાં ઝોમેટો કરશે 56 કરોડનું રોકાણ

I-Sec દેશમાં અગ્રણી નાણાકીય ઉત્પાદક વિતરક છે અને એ મ્યુચ્યુઅલ ફંડ્સ, જીવન અને સાધારણ વીમો, એનપીએસ, કોર્પોરેટ એફડી, સોવેરિયન ગોલ્ડ બોન્ડ્સ, ઇટીએફ વગેરે જેવા ઉત્પાદનોનું વેચાણ કરે છે. કંપની એની વેબસાઇટ તેમજ ઓફલાઇન ચેનલ્સ દ્વારા આ ઉત્પાદનોનું વેચાણ કરે છે. I-Sec આવકની દ્રષ્ટિએ ભારતની બીજી સૌથી મોટી નોન-બેંક એમએફ વિતરક છે, જે 75થી વધારે શહેરોમાં આઇસીઆઇસીઆઈ ડાયરેક્ટની 200 શાખાઓ, દેશભરમાં 7,100થી વધારે સબ-બ્રોકર્સનું રાષ્ટ્રીય નેટવર્ક, ઓથોરાઇઝ વ્યક્તિઓ, આઇએફએ અને IFAs & IAs તેમજ આઇસીઆઇસીઆઈ બેંકની 3,750થી વધારે શાખાઓ સાથે ઓફલાઇનમાં મજબૂત કામગીરી ધરાવે છે.

icici bank