ICICI Bankનો સ્ટેન્ડએલોન ત્રિમાસિક નફો છ ગણો વધ્યો

31 October, 2020 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ICICI Bankનો સ્ટેન્ડએલોન ત્રિમાસિક નફો છ ગણો વધ્યો

ફાઈલ ફોટો

ખાનગી ક્ષેત્રની ICICI Bankનો સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડએલોન ચોખ્ખો નફો છ ગણો વધીને રૂ.4,251 કરોડ થયો છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.655 કરોડ હતો.

સૂચિત ત્રિમાસિક ગાળામાં બૅન્કની કુલ આવક સપ્ટેમ્બર-19 ત્રિમાસિક ગાળાના રૂ.22,759.52 કરોડથી વધીને રૂ.23,650.77 કરોડ થઈ છે. અસ્ક્યામતની દૃષ્ટિએ બૅન્કની ગ્રોસ નોન-પર્ફોમિંગ એસેટ્સ (NPA) 5.37 ટકાથી ઘટીને 5.17 ટકા થઈ છે.

મૂલ્યની દૃષ્ટિએ બેડ લોન્સ રૂ.38,989.19 કરોડ હતી, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.45,638.79 કરોડ હતી. નેટ એનપીએ 1.60 ટકા (રૂ.10,916.40 કરોડ)થી ઘટીને એક ટકા (રૂ.7,187.51 કરોડ) થઈ છે.

કોન્સોલિડેટેડ ધોરણે બૅન્કનો ત્રિમાસિક ચોખ્ખો ચાર ગણો વધીને રૂ.4,882 કરોડ થયો છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.1,131 કરોડ હતો. આવક રૂ.37,424.78 કરોડથી વધીને રૂ.39,321.42 કરોડ થઈ છે.

બેડ લોન્સ અને આકસ્મિક ખર્ચ પાછળની કુલ જોગવાઈ સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં રૂ.2,995.27 કરોડ હતી, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.2,506.87 કરોડ હતી. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં બૅન્કે કોવિડ-19 પાછળ રૂ.8,772 કરોડની જોગવાઈ કરી છે.

icici bank business news