ICICI બેન્કે ઓડિશા ચક્રવાત 'ફાની'માં રાહત માટે 10 કરોડનું ફંડ આપ્યું

07 May, 2019 06:02 PM IST  | 

ICICI બેન્કે ઓડિશા ચક્રવાત 'ફાની'માં રાહત માટે 10 કરોડનું ફંડ આપ્યું

પ્રતીકાત્મક તસવીર

દેશની અગ્રણી બેન્ક ICICI બેન્ક ઓડિશામાં વાવાઝોડા ફાનીથી અસરગ્રસ્ત લોકોની મદદે આવ્યું છે. ICICI બેન્કે રાહત અને સહાય પૂરી પાડવાનાં રાજ્ય સરકાર અને સ્થાનિક ઓથોરિટીનાં પ્રયાસોમાં મદદ કરવા માટે 10 કરોડનું ફંડ આપ્યું છે. આ ફંડનો મોટો ભાગ મુખ્યમંત્રીનાં રાહત કોષને મળ્યો છે. બેન્કે રાહત કાર્ય માટે જિલ્લા સ્તરે પણ પ્રદાન કર્યું હતું.

બેંકે લેટ પેમેન્ટ ફિ કરી માફ

આ ઉપરાંત ICICI બેન્કે રાજ્યનાં અસરગ્રસ્ત વિસ્તારોમાં એનાં ગ્રાહકોનો મદદ કરવા અનેક પગલાંની જાહેરાત કરી છે. બેંક ચક્રવાતથી અસરગ્રસ્ત એનાં ગ્રાહકો માટે રિટેલ લોન જેવી કે હોમ, કાર અને પર્સનલ લોન માટે મેમાં ઇએમઆઇનાં લેટ પેમેન્ટ પર દંડ માફ કરશે. સાથે સાથે ચાલુ મહિનામાં બેંકનાં ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડની બાકી નીકળતી રકમનાં લેટ પેમેન્ટ માટે દંડ નહીં લે તેમજ ચેક બાઉન્સ ચાર્જ પણ ઉઘરાવશે નહીં.

ઓડિશાનાં આદરણીય મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકે કહ્યું હતું કે, “અમે આ પહેલ હાથ ધરવા અને કટોકટીનાં આ સમયે ઓડિશાને મદદ કરવા ICICI બેંકનાં આભારી છીએ. ICICI બેંકએ રાજ્યમાં રાહત અને પુનર્વસનનાં કામ માટે 10 કરોડનું ફંડ આપ્યું છે.”

રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિ પર ICICI બેંકનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનુપ બાગ્ચીએ કહ્યું હતું કે, “અત્યારે ઓડિશાને જરૂરિયાતનાં સમયે અમારાં વિચારો અને પ્રાર્થનાઓ એની જનતા સાથે છે. અમે ICICI બેંકમાં ઓડિશાનાં લોકોને સહાય કરવા કટિબદ્ધ છીએ અને તેમને અમારી પહેલ દ્વારા તથા રાજ્ય સરકાર અને જિલ્લા ઓથોરિટીઝ સાથે પાર્ટનરશિપમાં આ કુદરતી આપત્તિમાંથી બહાર કાઢવા મદદ કરી છે.”

icici bank business news