એચએસબીસીએ ગ્રોથરેટનો અંદાજ ઘટાડ્યો

17 September, 2012 10:06 AM IST  | 

એચએસબીસીએ ગ્રોથરેટનો અંદાજ ઘટાડ્યો


આ ઉપરાંત ૨૦૧૩-’૧૪ માટે ગ્રોથરેટનો અંદાજ પણ ૭.૪૦ ટકાથી ઘટાડીને ૬.૯૦ ટકાનો કર્યો છે. વરસાદ સામાન્ય કરતાં ઓછો થયો છે એને કારણે ડિસેમ્બરમાં પૂરા થનારા ક્વૉર્ટરનો ગ્રોથરેટ પણ ઘટશે. વીક ગ્લોબલ ઇકૉનૉમિક સ્થિતિને કારણે ટ્રેડ અને ફાઇનૅન્સ દ્વારા પણ અર્થતંત્રને અસર થશે. આ ઉપરાંત ઇકૉનૉમિક રિફૉમ્ર્સની ગેરહાજરીની પણ અસર જોવા મળશે. સંસદના ચોમાસુ સત્રમાં કોઈ જ મહત્વનો નીતિવિષયક નિર્ણય લેવામાં નથી આવ્યો એની પણ અર્થતંત્ર પર અસર થશે.

અગાઉ ગ્લોબલ ફાઇનૅન્સ ગ્રુપ મૉર્ગન સ્ટૅનલીએ પણ અર્થતંત્રના વૃદ્ધિદરનો અંદાજ ૫.૮૦ ટકાથી ઘટાડીને ૫.૧૦ ટકાનો કર્યો હતો.

એચએસબીસી = હૉન્ગકૉન્ગ ઍન્ડ શાંઘાઈ બૅન્કિંગ કૉર્પોરેશન