આધારનો ઉપયોગ કરી ઑનલાઈન કેવી રીતે વેરિફાઈડ કરી શકાય આયકર રિટર્ન, જાણો

27 July, 2019 08:00 PM IST  | 

આધારનો ઉપયોગ કરી ઑનલાઈન કેવી રીતે વેરિફાઈડ કરી શકાય આયકર રિટર્ન, જાણો

ઈનકમ ટેક્સ

આયકર વિભાગે ઑનલાઈન ઈ-ફાઈલિંગ પોર્ટલ incometaxindiaefiling.gov.in દ્વારા વ્યક્તિઓને પોતાના મૂલ્યાંકન વર્ષ 2019-20 માટે આઈટીઆર અથવા આયકર રિટર્ન દાખલ કરવાની સુવિધા આપી છે. મંગળવારે સીબીડીટીએ આયકર ભરવાની 31 જૂલાઈ 2019ની નિર્ધારિત સમય સીમાને વધારીને 31 ઑગસ્ટ કરી દીધી છે. ITR ફાઈલ કર્યા બાદ યૂઝર્સને વેરિફાઈડ કરાવવું પડે છે કે એના આઈટીઆર દાખલ થઈ ગયા છે. incometaxindiaefiling.gov.in પર આપેલી જામકારી મુજબ આધાર ઓટીપીના માધ્યમથી આયકર રિટર્ન ઈ-વેરિફાઈડ કરી શકાય છે.

આધાર અને રજિસ્ટર્ડ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી આયકર રિટર્ન (ITR)ને વેરિફાઈડ કરવા માટે નીચે આપેલી માહિતી જાણો:

Step 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ- incometaxindiaefiling.gov.in

Step 2: યૂઝર્સને પોર્ટલ પર 'લિંક અધાર' વિકલ્પ સુધી પહોંચવાનું રહેશે. જોકે, આ ફક્ત ત્યારે લાગૂ થાય થે જ્યારે યૂઝર્સનો આધાર એના પેન નંબરમાં અંકિત નહીં થાય

Step 3: હવે પોર્ટલ પર e ઈ-વેરિફાઈડ લિંક પર ક્લિક કરો.

Step 4: આધાર OTPનો ઉપયોગ કરીને ઈ-વેરિફાઈડ રિટર્નનો વિકલ્પ પસંદ કરો.

Step 5: 'જનરેટ ઓટીપી' વિકલ્પ પર ક્લિક કરો.

Step 6: આવુ કર્યા બાદ આધારની સાથે રજિસ્ટર્ડ યૂઝર્સના મોબાઈલ નંબર એક ઓટીપી આવે છે. એ ઓટીપી પોર્ટલ પર આપવામાં આવેલી જગ્યામાં યૂઝર્સ દ્વારા નોંધણી કરવાની રહેશે.

આયકર વિભાગ એક આઈટીઆરને વેરિફાઈડ કરવા માટે ચાર રીત હજી છે, બેન્ક, એટીએક, બેન્ક અકાઉન્ટ, ડીમેટ અકાઉન્ટ અને નેટ બેકિંગ

income tax department business news