૭ શહેરોમાં હાઉસિંગનું વેચાણ ૧૧ ટકા વધ્યું : ૧૦ વર્ષનું સૌથી વધુ

10 March, 2023 04:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સાથે શહેરોમાં એકંદર વેચાણમાં વૈભવી અને મધ્ય સેગમેન્ટના હિસ્સામાં વધારા સાથે એકંદર સેગમેન્ટ મુજબની રચનામાં ધીમે-ધીમે ફેરફાર થયો છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

રેટિંગ એજન્સી ઇકરાએ જણાવ્યા અનુસાર સારી માગના આધારે ૭ શહેરોમાં આ નાણાકીય વર્ષના ત્રીજા ક્વૉર્ટરમાં વૉલ્યુમની દૃષ્ટિએ હાઉસિંગ વેચાણ ૧૧ ટકા વધ્યું છે.

ઇકરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતનાં ટોચનાં ૭ શહેરોમાં ત્રીજા ક્વૉર્ટરમાં કુલ ૧૪૯૦ લાખ સ્ક્વેર ફીટનું નોંધાયલું વેચાણ એ ૧૦ વર્ષમાં સૌથી વધુ ત્રિમાસિક વેચાણ છે.

આ પણ વાંચો:  ઘરની ખરીદીમાં પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ અને ઍડ્વોકેટનું મહત્ત્વ

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૯ મહિનામાં વેચાયેલો વિસ્તાર અગાઉના વર્ષના સમાન સમયગાળામાં ૩૦૭૦ લાખ સ્ક્વેર ફુટની તુલનાએ વધીને ૪૧૨૦ લાખ સ્ક્વેર ફુટનું રહ્યું છે.

રોગચાળા પછી ઇકરાએ નોંધ્યું હતું કે ટોચનાં ૭ શહેરો - બૅન્ગલોર, ચેન્નઈ, હૈદરાબાદ, કલકત્તા, મુંબઈ મેટ્રોપૉલિટન રીજન, નૅશનલ કૅપિટલ રીજન અને પુણેનો સમાવેશ છે. આ સાથે શહેરોમાં એકંદર વેચાણમાં વૈભવી અને મધ્ય સેગમેન્ટના હિસ્સામાં વધારા સાથે એકંદર સેગમેન્ટ મુજબની રચનામાં ધીમે-ધીમે ફેરફાર થયો છે.

business news