હોટેલ કંપનીઓની નફાશક્તિમાં ઘટાડો થશે : ક્રિસિલ

16 September, 2012 08:37 AM IST  | 

હોટેલ કંપનીઓની નફાશક્તિમાં ઘટાડો થશે : ક્રિસિલ



૨૦૧૩-’૧૪માં ઑપરેટિંગ માર્જિન ઘટીને ૧૬ ટકા જેટલું થશે જે છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી ઓછું હશે. ડિમાન્ડ ગ્રોથ ઘટી રહ્યો છે તેમ જ રૂમ્સની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે એને કારણે દેશનાં ૧૨ અગ્રણી શહેરોમાં ઑક્યુપન્સી રેટ્સમાં ઘટાડો થશે.

ક્રિસિલનું માનવું છે કે ૨૦૧૩-’૧૪ સુધી આ સેક્ટરમાં ૧૪,૫૦૦ નવા રૂમ્સનો ઉમેરો થશે. રૂમ્સની કુલ ઉપલબ્ધિ ૪૬,૨૦૦ જેટલી થશે. ઑક્યુપન્સી રેટ્સ ૨૦૧૧-’૧૨માં ૬૪ ટકા હતા એ ૨૦૧૩-’૧૪માં ઘટીને ૫૬ ટકા થશે. સ્પર્ધા વધવાથી રૂમ-રેટ્સમાં ૧૦ ટકા ઘટાડો થવાની અપેક્ષા છે.