ગુજરાતે નવી ટેક્સટાઇલ પૉલિસીની જાહેરાત કરી : ૨૦,૦૦૦ કરોડ કરતાં વધુનું ઇન્વેસ્ટમેન્ટ આવશે

07 September, 2012 05:53 AM IST  | 

ગુજરાતે નવી ટેક્સટાઇલ પૉલિસીની જાહેરાત કરી : ૨૦,૦૦૦ કરોડ કરતાં વધુનું ઇન્વેસ્ટમેન્ટ આવશે

નવી પૉલિસી હેઠળ રૂનું ઉત્પાદન કરતા વિસ્તારોમાં કૉટન સ્પિનિંગ અને વીવિંગ પાર્ક્સ સ્થાપવામાં આવશે. નવા જીનિંગ, પ્રોસેસિંગ, વીવિંગ અને નિટિંગ પ્લાન્ટ્સને પાંચ વર્ષ માટે બૅન્ક-લોન પર પાંચ ટકાની ઇન્ટરેસ્ટ સબસિડીની જાહેરાત કરવામાં આવી છે. સ્પિનિંગ અને રેડિમેડ ગાર્મેન્ટ્સના એકમોના એક્સ્પાન્શન પર વૅટનું રીફન્ડ આપવામાં આવશે. કૉટન સ્પિનિંગ અને વીવિંગ એકમોને વીજળીના દરમાં કન્સેશન આપવામાં આવશે.

વૅટ = વૅલ્યુ ઍડેડ ટૅક્સ