ગુજરાતમાં જનરેટ થાય છે સૌથી વધુ ઈન્ટરસ્ટેટ ઈ-વે બિલ્સ

03 May, 2019 04:34 PM IST  |  અમદાવાદ

ગુજરાતમાં જનરેટ થાય છે સૌથી વધુ ઈન્ટરસ્ટેટ ઈ-વે બિલ્સ

ગુજરાતમાં જનરેટ થાય છે સૌથી વધુ ઈન્ટરસ્ટેટ ઈ-વે બિલ્સ

એક વર્ષ પહેલાથી જ્યારથી ઈ-વે બિલની શરૂઆત થઈ છે ત્યારથી જ ગુજરાત ઈન્ટરસ્ટેટ ઈ-વે બિલ જનરેટ કરવામાં ટોચ પર રહ્યું છે. 2018-19માં રાજ્યમાં જનરેટ થયેલા ઈ-વે બિલનો આંકડો ચાર કરોડ ત્રીસ લાખ થાય છે, જે અત્યાર સુધીનો સૌથી વધારે છે. કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે આપેલા આંકડામાં આ વિગતો સામે આવી છે.

ઈ-વે બિલ 1 એપ્રિલ, 2018થી આપવાના શરૂ થયા હતા. જે વેપારીઓ કે ટ્રાન્સપોર્ટર્સ 50, 000થી વધુ કિંમતનો માલ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલે છે તેમને ઈ-વે બિલ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ જેપી ઈન્ફ્રા હસ્તગત કરવાની ઑફર પર કરાશે પુનઃ વિચારણા

ગુજરાતમાં વસ્તુઓનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. અને અહીંથી અન્ય રાજ્યોમાં મોટા પ્રમાણમાં મોકલવામાં પણ આવે છે. જેના કારણે ગુજરાતમાં ઈ-વે બિલ સૌથી વધુ પ્રમાણમાં જનરેટ થાય છે.

goods and services tax