બિલ્ડર્સ માટેની GST માર્ગરેખા ૧૯ એપ્રિલે નક્કી કરાશે

13 March, 2019 09:18 AM IST  | 

બિલ્ડર્સ માટેની GST માર્ગરેખા ૧૯ એપ્રિલે નક્કી કરાશે

19 એપ્રિલની બેઠકમાં લેવાશે નિર્ણય

GST કાઉન્સિલની એક બેઠક ૧૯ એપ્રિલે મળી રહી છે, જેમાં અંડરકન્સ્ટ્રક્શન મકાનોમાં ટૅક્સ રેટના ફેરફારસંબંધી માર્ગરેખા નિયત કરાશે. આમ તો ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ગઈ છે, તેમ છતાં આ મીટિંગમાં ઉપયુર્કત નિર્ણય લઈ શકાશે. આ મીટિંગમાં માત્ર આ એક જ એજન્ડા હશે એવું જાણવા મળે છે. આ મીટિંગમાં સરકારી અને ખાનગી લૉટરી પરના રેટ વિશે ચર્ચા થવાની શક્યતા હવે નથી.

થોડા સમય પહેલાંની મીટિંગમાં જ અંડરકન્સ્ટ્રક્શન હાઉસિસના કેસમાં GST રેટ ઘટાડીને પાંચ ટકા કરાયો હતો અને અફૉર્ડેબલ હાઉસિસ માટે રેટ ઘટાડીને એક ટકા કરાયો હતો.  સૂચિત માર્ગરેખામાં હાઉસિસ અને કમર્શિયલ પ્રૉપર્ટીઝ વિશે પણ મેથોડોલૉજી નક્કી કરાશે.

GSTR-૧ ને GSTR-૩ગ્માં લખાયેલા કરવેરાની લાયેબિલિટીના આંકડા સરખાવવાની સુવિધા પૂરી પડાઈ

GST નેટવર્કે (GSTN) મંગળવારે જણાવ્યું હતું કે GST હેઠળ નોંધાયેલા બિઝનેસ હવે જાહેર કરાયેલી કરવેરાની લાયેબિલિટીને સમરી સેલ્સ રિટર્નમાં ક્લેમ કરાયેલા ઇનપુટ ટૅક્સ ક્રેડિટની સાથે સરખાવી શકે છે.

GSTN, જે આ નવી પરોક્ષ કરપ્રણાલી માટે ટેક્નોલૉજીની કરોડરજ્જુ સમાન છે, તેણે કરદાતાઓને તેમના GSTR-૧ (વેચાણના અંતિમ રિટર્ન)માં જાહેર કરેલા તથા GSTR-3B (સમરી સેલ્સ રિપોર્ટ)માં જાહેર કરેલા અને ભરેલા કરવેરાની લાયેબિલિટીનો રિપોર્ટ જોવા અને ડાઉનલોડ કરવાની સુવિધા પૂરી પાડી છે.

કોઈ એક મહિનાનું માટે GSTR-૧ પછીના મહિનાના ૧૧મા દિવસ સુધીમાં ફાઈલ કરવાનો હોય છે તથા GSTR-૩B પછીના મહિનાના ૨૦મા દિવસ સુધીમાં ફાઈલ કરવામાં આવે છે અને કર ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા RBI વ્યાજ દરોમાં આપશે રાહત!, આજના આર્થિક આંકડાઓથી થશે નિર્ણય

GSTNએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, GSTR-૧ અને GSTR-૩B એકબીજાથી સ્વતંત્રપણે ફાઈલ કરાયા હોવાને કારણે એક જ સ્થાને બન્ને સ્વરૂપોમાં જાહેર કરાયેલી લાયેબિલિટીને જોવાની સુવિધા જરૂરી હતી.

news