નાના વેપારીઓને રિટર્ન ભરવામાં રાહત

06 October, 2020 11:37 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નાના વેપારીઓને રિટર્ન ભરવામાં રાહત

નિર્મલા સીતારામન

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલથી રાજ્યોને કરની આવકમાં નુકસાનની ભરપાઈ કરી દેવા માટે સોમવારે કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં કોઈ ઉકેલ આવ્યો નથી. રાજ્યોને જે નુકસાનની ભરપાઈ નથી થતી એના માટે રાજ્યોને બજારમાંથી રકમ ઉપાડવા માટે, રિઝર્વ બેંકની મદદ લઇ માર્કેટ બોરોઇંગ કરવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે મુક્યો હતો. આ પ્રસ્તાવ ૨૧ જેટલા રાજ્યોએ સ્વીકાર્યો છે અને ૧૦ જેટલા રાજ્યોએ એવી માંગ કરી છે કે કેન્દ્ર સરકારે નુકસાન ભરપાઈ કરવા માટે બજારમાંથી બોરોઇંગ કરવું જોઈએ અને તેનો બોજ રાજ્યો ઉપર લાદવો જોઈએ નહી. હવે, આ અંગે તા.૧૨ ઓક્ટોબરના ફરી બેઠક મળશે અને તેમાં ચર્ચા કરવામાં આવશે. 

દરમિયાન, ચાલુ વર્ષે જે સેસની રકમ એકત્ર થઇ છે તેમાંથી રૂ.૨૦,૦૦૦ કરોડ સોમવારે મધરાત સુધીમાં રાજ્યોને ચૂકવી દેવાની જાહેરાત બેઠક બાદ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામને કરી હતી.

nirmala sitharaman goods and services tax business news