06 August, 2025 06:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જુલાઈમાં ભારતનું GST કલેક્શન સાડાસાત ટકા વધીને ૧.૯૬ લાખ કરોડને વટાવી ગયું હતું જે ૨૦૨૪ના જુલાઈમાં ૧.૮૨ લાખ કરોડ હતું. આમ વાર્ષિક ધોરણે એમાં સાડાસાત ટકાનો વધારો થયો છે. એક મહિના પહેલાં એટલે કે ૨૦૨૫ના જૂનનું GST કલેક્શન ૧.૮૪ લાખ કરોડ હતું.
આ જ સમય દરમ્યાન ગ્રોસ ડોમેસ્ટિક રેવન્યુ ૬.૭ ટકા વધીને ૧.૪૩ લાખ કરોડ થઈ હતી, જ્યારે નિકાસ પર લાગતા ટૅક્સની આવક ૯.૫ ટકા વધીને ૫૨,૭૧૨ કરોડ થઈ હતી.
GST રીફન્ડે ધરખમ ૬૬.૮ ટકાનો વાર્ષિક વૃદ્ધિનો કૂદકો લગાવ્યો હતો અને ૨૭,૧૪૭ કરોડે પહોંચી હતી. GSTથી થતી આવક ગયા વર્ષના જુલાઈ મહિનાની સરખામણીમાં ૧.૭ ટકા વધીને આ જુલાઈ મહિનામાં ૧.૬૯ લાખ કરોડ થઈ હતી.