ફેબ્રુઆરી બાદ પહેલીવાર જીએસટી કલેક્શન એક લાખ કરોડને પાર

01 November, 2020 06:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફેબ્રુઆરી બાદ પહેલીવાર જીએસટી કલેક્શન એક લાખ કરોડને પાર

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીને લીધે ભારત સહિત વિશ્વના દરેક દેશના અર્થતંત્ર ઉપર પ્રતિકૂળ અસર પડી છે. લૉકડાઉનના લીધે ઉદ્યોગ-ધંધાઓ બંધ હોવાથી તેમને આવક ન થતા સરકારી મહેસૂલમાં પણ ઘટાડો નોંધાયો હતો. જોકે કોરોનાકાળમાં અર્થતંત્ર સંબંધિત એક સકારાત્મક સંકેત જોવા મળ્યો છે. ઑક્ટોબર મહિનામાં GST કલેક્શન રૂ.1.05 લાખ કરોડને પાર ગયુ છે.

ફેબ્રુઆરી 2020 બાદ ઓક્ટોબરમાં GST કલેક્શનમાં રૂ.1 લાખ કરોડનો આંકડો પાર કર્યો છે. નાણા મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ઑક્ટોબર 2020માં જીએસટી કલેકશન ગત વર્ષ ઓક્ટોબરમાં રૂ.95,379 કરોડ હતું. આમ વાર્ષિક ધોરણે પણ કલેક્શનમાં 10 ટકાનો વધારો નોંધાયો છે.

ઑક્ટોબરમાં ગ્રોસ GST રેવન્યૂ કલેક્શન રૂ.1,05,155 કરોડ રહ્યું છે. તેમાં રૂ.19,193 કરોડ CGST રૂ.5,411 કરોડનું SGST, રૂ.52,540 કરોડનું IGST (સામાનના ઈમ્પોર્ટ પર હાંસલ થયેલ 23,375 કરોડ રૂપિયા સહિત) અને રૂ.8,011 કરોડનું સેસ (સામાનના ઈમ્પોર્ટ પર હાંસલ થયેલ 932 કરોડ રુપિયા સહિત) સામેલ છે.

31 ઓક્ટોબર 2020 સુધી ભરાયેલ GSTR-3B રિટર્ન્સની કુલ સંખ્યા 80 લાખ નોંધાઈ છે. કોરોના મહામારીને રોકવા માટે લગાવેલ લોકડાઉનને કારણે આર્થિક ગતિવિધિઓને મોટો ફટકો પડ્યો હતો.

goods and services tax business news lockdown finance ministry