જીએસપીની ભારતીય ફાર્મા નિકાસ ઉપર આંશિક અસર થશે

05 June, 2019 10:22 PM IST  |  મુંબઈ

જીએસપીની ભારતીય ફાર્મા નિકાસ ઉપર આંશિક અસર થશે

જનરલાઈઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સીસ

અમેરિકાએ જનરલાઈઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સીસ (જીએસપી) હેઠળ ભારતીય ચીજોને મળતા અંકુશ હટાવી લેતાં ભારતીય ફાર્મા કંપનીઓને પણ અસર પહોંચી શકે છે. ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે અમેરિકા સૌથી મોટું બજાર છે.

ભારતીય ફાર્મા કંપનીઓ ઉપર પણ તેની અસર પડશે પણ અસર બહુ મોટી નહીં હોય, એમ ફાર્માસ્યુટિકલ એક્સર્પોટ કાઉન્સિલ (ફાર્માક્સીલ)ના અધ્યક્ષ દિનેશ દુઆએ જણાવ્યું હતું. તેમના મતે આ અસર દવાના ભાવમાં ચારથી પાંચ ટકાનો ઘટાડો લાવી શકે છે. જોકે, બ્લડપ્રેશર જેવી દવાઓ માટે તેની અસર ઊંચી પણ હોઈ શકે છે એમ દુઆએ ઉમેર્યું હતું.

વર્ષ ૨૦૧૮માં ભારતે અમેરિકામાં લગભગ ૬.૩ અબજ ડૉલર મૂલ્યની દવાઓની નિકાસ કરી હતી. અમેરિકામાં નિકાસ થતી ભારતીય કંપનીઓની દવામાં નફાનું માર્જિન સરેરાશ ૩૫થી ૪૦ ટકા હોય છે. જે દવાઓમાં માર્કેટિંગ માટેના એક્સ્લુઝિવ રાઈટ્સ હોય છે તેમાં ગાળો ૬૦થી ૬૫ ટકા જેટલો ઊંચો હોય છે.

આ પણ વાંચો: કુશાલ ટ્રેડલિન્કના શૅરની તેજીમાં ગેરરીતિ માટે 14 વ્યક્તિ દોષિત

દિનેશ દુઆના મતે કંપનીઓ જીએસપીની અસર હેઠળ જે ભાવવધારો આવશે તે ગ્રાહકો પર નાખશે અથવા તો પોતાનો ઉત્પાદન ખર્ચ ઘટાડશે. ભારતીય ઉત્પાદન કંપનીઓના સંગઠન ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સના મતે જીએસપીની અસર બહુ થવાની નથી. ભારતમાંથી દવાની નિકાસ કરતી કંપનીઓમાં સન ફાર્મા, લુપીન, ઓરોબિંદો ફાર્મા અને ડૉ. રેડ્ડીઝ સૌથી મોખરે છે.

business news gujarati mid-day