04 May, 2023 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં મજબૂત માગને કારણે નવા બિઝનસ અને ઉત્પાદનમાં વધારો થવાને કારણે સર્વિસ સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં ઝડપી વધ્યો છે અને ૧૩ વર્ષની ઊંચી સપાટી પર પહોંચી ગયો છે એમ માસિક સર્વેક્ષણમાં જણાવાયું છે. ભાવમાં વધારો છતાં માગમાં સુધારો જોવા મળ્યો હતો.
સીઝનલી ઍડ્જસ્ટ થયેલા એસએન્ડપી ગ્લોબલ ઇન્ડિયા સર્વિસિસ પીએમઆઇ બિઝનેસ ઍક્ટિવિટી ઇન્ડેક્સ માર્ચમાં ૫૭.૮થી વધીને એપ્રિલમાં ૬૨.૦૦ થયો હતો, જે ૨૦૧૦ના મધ્યથી આઉટપુટમાં સૌથી ઝડપી વિસ્તરણનો સંકેત આપે છે.
સર્વિસ સેક્ટરનો પીએમઆઇ આંક સતત ૨૧મા મહિને ૫૦ની ઉપર ટકી રહ્યો છે જે પણ મજબૂત ગ્રોથનો સંકેત આપે છે.
‘ભારતના સેવા ક્ષેત્રે એપ્રિલમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું; જેમાં માગની મજબૂતાઈ, નવા બિઝનેસ અને આઉટપુટમાં સૌથી મજબૂત વૃદ્ધિને સમર્થન આપે છે. ફાઇનૅન્સ અને ઇન્શ્યૉરન્સ એ બન્ને પગલાં માટે ક્ષેત્રીય વૃદ્ધિ રૅન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવ્યું છે, જેને કારણે ગ્રોથ ૧૩ વર્ષની ટોચે પહોંચ્યો છે’ એમ એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ ખાતે ઇકૉનૉમિક્સ અસોસિયેટ ડિરેક્ટર પૉલિયાના ડેએ જણાવ્યું હતું.
દેખરેખ હેઠળની કંપનીઓએ એપ્રિલમાં ભારતીય સેવાઓની આંતરરાષ્ટ્રીય માગમાં સુધારાનો સંકેત આપ્યો હતો. નવા નિકાસ કારોબારમાં સતત ત્રીજા મહિને અને આ સમયગાળા દરમ્યાન સૌથી ઝડપી ગતિએ વિસ્તરણ થયું છે.