ભારતમાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ માટે ભારત, જપાન ને તાઇવાનની કંપનીનું સંયુક્ત સાહસ

23 June, 2015 04:55 AM IST  | 

ભારતમાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ માટે ભારત, જપાન ને તાઇવાનની કંપનીનું સંયુક્ત સાહસ



SBG ક્લીનટેક નામની આ કંપની આગામી ૧૦ વર્ષમાં આશરે ૨૦ અબજ ડૉલરના ખર્ચે આ પ્રોજેક્ટ્સ તૈયાર કરશે. કંપનીમાં સૉફ્ટબૅન્કનો મહત્તમ હિસ્સો હશે, જ્યારે ભારતી અને ફોક્સકૉન લઘુમતી હિસ્સો ધરાવશે. આ સંયુક્ત સાહસ ભારતનાં અલગ-અલગ રાજ્યોમાં સૌરઊર્જા‍ અને પવનઊર્જા‍ના પ્રોજેક્ટ્સ માટે બિડ કરશે. ભારતી એન્ટરપ્રાઇઝિસના ઇમર્જિંગ બિઝનેસનું વડપણ કરી ચૂકેલા કંપનીના જૂના અધિકારી મનોજ કોહલીને SBG ક્લીનટેકના એક્ઝિક્યુટિવ ચૅરમૅન બનાવવામાં આવ્યા છે. એના ઘ્ચ્બ્ તરીકે રમણ નંદાની નિમણૂક કરવામાં આવી છે.

કંપનીનું મુખ્ય મથક દિલ્હીમાં હશે.સૉફ્ટબૅન્કના ચૅરમૅન-ઘ્ચ્બ્ માસાયોશી સોને સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ ભારતમાં ભરપૂર સંભાવનાઓ હોવાથી અમે અહીં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતી એન્ટરપ્રાઇઝિસના ચૅરમૅન સુનીલ મિત્તલ તથા માસાયોશી આગામી બે દિવસમાં આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં જઈને સંભવિત પ્રોજેક્ટ્સ વિશે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરવાના છે.

માસાયોશી વડા પ્રધાનને મળ્યા

દરમ્યાન માસાયોશી સોન સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને ભારતના રિન્યુએબલ એનર્જી‍ ક્ષેત્રે રોકાણ કરવામાં રસ દાખવ્યો હતો. સુનીલ મિત્તલ પણ તેમની સાથે હતા. અત્રે નોંધવું ઘટે કે સરકારે ૨૦૨૨ સુધીમાં સૌરઊર્જા‍નું ઉત્પાદન કરવાની ક્ષમતા પાંચ ગણી વધારીને એક લાખ મેગાવૉટ કરવાનું નક્કી કર્યું છે.